________________
૧૭૦]
મારી સિંધિયાત્રા
દલાલના હાથે શરૂ થએલી “યુનીયન સ્કૂલ” તે અત્યારની “શ્રીમાન હરિભાઈ પ્રાગજી કારિયા હાઇસ્કૂલના નામે ઓળખાય છે. લગભગ ૫૦૦ વિદ્યાર્થીઓ આ સ્કૂલમાં અભ્યાસ કરે છે. એક કમીટી દ્વારા આ સંસ્થાનું સંચાલન થઇ રહ્યું છે. જેમાં કરાચીના પ્રસિદ્ધ નાગરિકો–રાય સાહેબ ભગવાનજી મોરારજી, ભાઈ હીરાલાલ ગણાત્રા અને શ્રીયુત એમ. બી. દલાલ વિગેરે છે. આ સંસ્થાના સંચાલકે વિદ્યાર્થીઓના માનસિક અને શારીરિક વિકાસ માટે પણ નવી નવી
જનાઓ અમલમાં મૂકી રહ્યા છે, કરાચીમાં જ નહિ, પરંતુ સમસ્ત ગુજરાતી આલમમાં ‘કિંગ ઓફ ફિઝિકલ કલચર તરીકે પ્રસિદ્ધ ભાઈ ભૂપતરાય દવેની હમણાં આ સંસ્થામાં નિયુક્તિ એટલા માટે કરવામાં આવી છે કે ભારતવર્ષની પ્રાચીન પ્રાણાયામ અને આસન વિવાદ્વારા બાળકોનાં શરીરે સંગઠિત અને તંદુરસ્ત બનાવવામાં આવે. આવી જ રીતે એક સારા સંગિતકારની નિયુક્તિ કરી સંગીત કલાસ પણ ખેલવામાં આવ્યો છે. હમણાં આ સંસ્થાના પ્રીન્સીપાલ તરીકે પ્રસિદ્ધ સાક્ષર ગૌરીશંકર અંજારિયાની નિમણુંક કરવામાં આવી છે, એટલે અત્યારની સ્થિતિ કરતાં પણ આ સંસ્થા વધારે પ્રગતિશીલ બનશે, એમ સૌ આશા રાખી રહ્યા છે.
૨ ગુજરાત વિદ્યાલય-ઈ. સ. ૧૯૨૬ની સાલમાં શ્રીયુત ચંદ્રશંકર બુચ, ધીરજલાલ વ્યાસ અને શ્રી ગૌરીશંકર અંજારિયા વિગેરે કેટલાક સાક્ષાના પ્રયતનથી “ગુજરાતી એજ્યુકેશન સોસાયટી' નામની કઈ સંસ્થા સ્થાપન થયેલી, તેના હાથ નીચે “કરાચી મીડલ સ્કૂલ” નામની કઈ સ્કૂલ ચાલતી. ૧૯૩૦માં આ નાનકડી સ્કૂલે “હાઈ સ્કૂલ'નું રૂપ પકડયું. કરાચીના પ્રસિદ્ધ ગુજરાતી નાગરિકે શેઠ મણિલાલ મોહનલાલ અને શેઠ મનુભાઈ ડુંગરસી જોશી આ બે ઉદાર ગૃહસ્થોએ કરેલી વીસ વીસ હજારની સખાવતનું પરિણામ છે કે આ સ્કૂલ પોતાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org