________________
ગુજરાતીઓનું સ્થાન
[ ૧૩
સુશીલ, વિનયી અને અનુભવી છે, અને સંસ્થાનું વધુ સદ્ભાગ્ય છે કે તે શ્રીયુત નર્મદાશંકર ભટ્ટ સાહેબ જેવા કેળવણું ખાતાના માજી ઇન્સ્પેકટર જેવા વયેવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ અને અનુભવવૃદ્ધ મહાનુભાવની સેવાને લાભ મેળવે છે. સંસ્થા જલ્દી હાઈસ્કુલ બને, એમ સૌ કોઈ ઇચ્છી રહ્યું છે. એમાં જનસંઘની પણ શોભા છે. કરાચીના મ્યુ. કોર્પોરેટર ભાઈ ખીમચંદ એમ. શાહ, અને મણીલાલ લહેરાભાઈ મહેતા, આ વિદ્યાલ થના પ્રધાન સંચાલકે છે. આ બન્ને ગૃહસ્થ જનસંધમાં આગેવાન છે. એક સ્થાનકવાસી સંઘના પ્રમુખ છે, તો બીજા મૂર્તિપૂજક સંઘના માનદ મંત્રી છે. ધાર્મિક શ્રદ્ધાવાળા અને સુસંસ્કારી છે. તેઓ જે થોડો પ્રયત્ન વધારે કરે તે તેમની લાગવગથી આ સંસ્થા કરાચીના જનસંઘને આંગણે એક સુંદર, ભવ્ય સંસ્થા બની શકે. અન્ય સંસ્થાઓ
- ઉપરની સંસ્થાઓ ઉપરાન્ત કરાચીના આંગણે ગુજરાતીઓ તરફથી ચાલતી બીજી અનેક સંસ્થાઓ છે. અહિંના ગુજરાતી બાળમંદિર અને “બાળવિહાર' જેવી જેમ બાળકના જીવન ઘડનારી સંસ્થાને શાભાવી રહ્યા છે, તેવી રીતે ગુજરાતી કલબ”, “ગુજરાતી જીમખાના અને
વ્યાયામ શાળાઓ દ્વારા શારીરિક અને માનસિક વિકાસ પણ સાધી રહ્યા છે.
વળી અહિંના “ બેંક” અને “હાઉસીંગ સોસાયટી દ્વારા મધ્યમ વર્ગની આર્થિક સ્થિતિને પહોંચી વળવા પણ પ્રયત્ન કરી રહ્યા છે. તેમ ગુજરાતી મહિલા સમાજ” અને “ગુજરાતી ભગિની સમાજ' જેવી સંસ્થાઓ દ્વારા ગુજરાતી બહેને, સ્ત્રી સમાજની અપૂર્ણતાએ અને સંકટ દૂર કરવા પણ કોશિશ કરી રહી છે. મહિલા સમાજનું કાર્ય, બહેન માણેકબહેન લાલચંદ પાનાચંદ, રંભાબહેન ગણાત્રા, સમજુબહેન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org