________________
ગુજરાતીઓનું સ્થાન
[ ૧૬૯
ભલે સિંધ દેશ, સિંધીઓને ને મુસલમાનોને મુલક કહેવાતો હોય, અને ભલે તેઓની વસ્તી વધારે હોય, છતાં કરાચીમાંથી જે ગુજરાતીઓની પ્રવૃત્તિને બાદ કરીએ, તે બાકીમાં એક નવી વસ્તુ જ બચી શકે.
કહેવાય છે કે સં ૧૯૩૧માં કરાયોમાં “મહાસભા'નું અધિવેશન થયું, એમાં સર્વાધિક શ્રેય જે કોઇના ફાળે જતું હોય, તો તે ગુજરાતીઓને છે. ગુજરાતીઓએ ન કેવળ એક કોંગ્રેસ દ્વારાજ, પરંતુ સંવત ૧૯૫માં “શ્રી ગુર્જર સાહિત્ય કળા મહેસવ,” ગુજરાતના મહાકવિ શ્રીયુત નાનાલાલભાઈના પ્રમુખપણું નીચે ઉજવીને સવાસો વર્ષોથી પોતાની માતૃભૂમિ અને દેશબંધુઓથી દૂર થવા છતાં, તેઓ પોતાના દેશ, વેષ, જાતિ, ભાષા અને સાહિત્યને–અરે પિતાના ટ્વસ્વને સંપૂર્ણ રીતે સંભાળી રહ્યા છે, એટલું જ નહિ, પરંતુ ગુજરગિરાના મદિરે અનેક રનો અપ રહ્યા છે, એની ખાત્રી કરી આપી હતી.
તે પછી હમણું ગત વર્ષમાં “ગુજરાતી સાહિત્ય પરિષદ્'નું તેરમું અધિવેશન શ્રીયુત કહૈયાલાલ માણેકલાલ મુનશીના પ્રમુખપણ નીચે ભરીને પોતાની સાહિત્યિક પ્રગતિનું પણ સરવૈયું કાઢી બતાવ્યું હતું. સંસ્થાએ
કરાચીમાં વસતા ગુજરાતીઓના આંગણે કેળવણીના ક્ષેત્રમાં ભાગ લેનારી અનેક સ્કૂલે-સંસ્થાઓ મૌજુદ છે. પ્રાથમિક શિક્ષણ આપનારી શાળાઓને ઉલ્લેખ કરવો, આ સ્થળે અશકય છે. કરાચીમાં, ખાસ કરીને હાઈસ્કૂલ તરીકે કામ કરતી, ગુજરાતીઓના સંરક્ષણ નીચે ચાલતી ચાર સ્કૂલો જનતાનું વધારે ધ્યાન ખેંચે છે
૧ હરિભાઈ પ્રાગજી કારિયા હાઈસ્કૂલ-એક વખતની તા. ૨-૧૦-૩૦ ના દિવસે કરાચીના પ્રસિદ્ધ શિક્ષાપ્રેમી ભાઈ એમ. બી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org