________________
ગુજરાતીઓનું સ્થાન
[૧૬૭
આજથી સવાસો વર્ષ ઉપરની વાત છે. સિંધમાં મીરાનું રાજ્ય ‘હતું. અને લુંટારાઓનો ભયંકર ત્રાસ હતો. કહેવાય છે કે તે વખતે ગુજરાતીઓએ-ખાસ કરીને લોહાણા અને ભાટીયા ગુજરાતીઓએ સૌથી પહેલાં સિંધમાં પ્રવેશ કર્યો હતો અને નગરપારકર થઈને તેઓ પહેલાં નગરઠઠ્ઠામાં આવ્યા હતા.
કરાચીના એક આગેવાન નાગરિક ભાઈ હીરાલાલ ગણાત્રાએ, આજથી દશ વર્ષ ઉપર પોતાના એક વ્યાખ્યાનમાં લગભગ એક દશ વર્ષનું ગુજરાતીઓનું સરવૈયું રજુ કર્યું હતું. તેમાં તેમણે કહ્યું હતું કે
આ કાઠિયાવાડની પ્રજ પિતાને બંદરી વેપાર ખેડવા અને કમાવા આજથી ૧૧૦ વર્ષ પહેલાં કરાચી બંદરે દેશી વહાણમાં આવી આ વખતે કચ્છ કાઠિયાવાડથી કરાચી આવવા માટે રે કે સ્ટીમરનું સાધન ન હતું. માણસો પર રસ્તે કચ્છના રણને ઓળગી નગરઠઠ્ઠા, જુગશાહી કે તેના બીજ ટૂંકા પગ રસ્તે આ તરફ આવતા, અથવા વહાણુમાં દરિયા રસ્તે માંડવી, જોડીયા, જામનગર બંદરથી આવતા. આમ કચ્છી બંધુઓના લતાને * કચ્છીગલ્લી' તથા કાઠિયાવાડથી આવી વસેલાને આજે પણ “જેડીયા બજારના” નામથી આખી કાચી ઓળખે છે.૧
કહેવાય છે કે કરાચીની જુની અને જાણીતી શેઠ લાલજી લક્ષ્મીદાસની પેઢી ઉપર સં. ૧૮૭૫ના શેઠ પ્રેમજી પ્રાગજીના ચોપડા હયાત છે. કહેવાની મતલબ કે ગુજરાતીઓને સિંધમાં પ્રવેશ કર્યો લગભગ ૧૨૫ વર્ષ વ્યતીત થઈ ચૂક્યાં છે. એક વાત ફરીથી સ્પષ્ટ કરૂં.
૧ જુઓ શ્રી કરાચી ગુર્જર સાહિત્ય કળા મહોત્સવ પ્રસંગનું સ્વાગતકારિણી સમિતિના પ્રમુખ તરીકે તેમનું ભાષણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org