________________
મારી સિંધિયાત્રા
સ્વરૂપી’ બનાવશે.” બિચારી ભેળી સિંધી બહેને શ્રદ્ધા અને ભક્તિના પરિણામે આવી જાળામાં ન ફસાય, તો થાય શું ? .
શા માટે “એમ મંડળી જ? સિંધમાં તે જ્યાં જુઓ ત્યાં ત્રિકાળજ્ઞાનિઓનાં પાટીયાં લટકેલાં મળશે. જ્યાં જુઓ ત્યાં હાથમાં ટીપણું લઈને ત્રિકાળજ્ઞાનિઓ ફરતાજ દેખાશે. અરે, સિંધમાં જ શા માટે ? બીજા બીજા દેશોમાં પણ એક અથવા બીજી જાતની જાળા ફેલાવનારા, તેજી-મંદી બતાવવાની લાલચે લોકોનાં ટોળાં પોતાની પાછળ ફેરવનારા, અને તે નિમિત્તે પૈસા ભેગા કરનારા, તેમજ કેને “પતિવશ” ને કે કોઈને “પુત્રપ્રાપ્તિ ને, કેઈને “ધનપ્રાપ્તિ ને કે કેઈને “રેગનિવારણ”ને મંત્ર આપી પોતાની લાલસાઓને તૃપ્ત કરનારા મહાપુરૂષે (!) કયાં નથી પડ્યા? એટલું જ નહિં, પરંતુ પિતાની દુકાન ખૂબ જમાવવા માટે ચોક્કસ વ્યક્તિઓનાં પેટભરી, એમની દ્વારા ચમત્કારની વાતો ફેલાવનારા પણ કયાં નથી પડયા?
આજે સંસાર દુઃખી છે. કેઈને કંઈ દુઃખ છે, તે કઈને કંઈ દુઃખ છે. કોઈ કંઇ અભિલાષા રાખે છે, તે કંઈ કંઈ ચાહે છે. ઈટ વસ્તુની પ્રાપ્તિ અને અનિષ્ટ વસ્તુને વિયોગ-આ બે માટે આખું જગત ફાંફાં મારી રહ્યું છે. એને માટે પત્થર એટલા દેવ માનવાને દુનિયા તૈયાર છે. એની આશામાં ને આશામાં વર્ષો સુધી પડયા પાથર્યા કોઈ પણ સ્થળે રહેવાને તૈયાર છે. આશા અમર છે. બિચારા જીવો સમજે છે કે આજ નહિં તો કાલે ફળશે. કેટલી શ્રદ્ધા ! કેટલી ભક્તિ ! પરંતુ એ શ્રદ્ધા અને એ ભક્તિ, દુરુપયોગ કરવા માટે તો નથી જ હતાં, એનો ગેરલાભ ઉઠાવવા માટે તો નથી જ હતાં. યદિ એક સાધુ, સાચે સાધુ છે, સાચે ત્યાગી છે, સાચે મહાત્મા છે, અને સાચો બ્રહ્મચારી છે, અને બીજી તરફથી અભિલાષા રાખનાર માણસ શ્રદ્ધાળુ હશે, ઉદયકાળ સારી હશે, એના અન્તરાયનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org