________________
સિંધી હિંદુઓ
T ૧૯
ગાળામાં પંજાબ અને સિંધ લગભગ એક હેવાના કારણે, અને ઘણે ભાગે કહેવાય છે તેમ, ઘણુ ખરા આજના હિંદુઓ પંજાબથી આવ્યા હોવાના કારણે, તેઓમાં શિખ તરવ વધારે દેખાય છે. ઘણાખરા હિંદુઓએ શિખ્ય મંદિર સ્થાપન કર્યા છે, જેને “ટિકાના” કહે છે અને કેટલાકે તે પોતાના ઘરમાં એકાન્ત સ્થાનમાં “ગુરુગ્રન્થસાહેબને બહુજ આદર પૂર્વક રાખે છે. અને તેની પૂજા પાઠ અને ભાવભક્તિ કરે છે. આમ શિખ ધર્મને આદર કરવા છતાં, તેઓ કહું, કાંસકો, કિરપાણ, કેશ અને કચ્છ-એ શિખેની નિશાનીની વસ્તુઓ નથી રાખતા. આમીલો સિવાયના કેટલાક લોકો હિંદુધર્મની જુદી જુદી સામ્યદાયિક શાખાઓને માનતા જોવાય છે. તેમાં વળી મોટે ભાગે તો આખા સિંધમાં
દરિયાલાલ દેવને વધારે માને છે. “દરિયાલાલ' એટલે દરિયાને કોઈ અધિષ્ઠાયક દેવ.”
આમ છતાં સાધારણ રીતે જોઇએ તે, કોઈ પણ ધર્મ ઉપરની કરતા એમનામાં નથી.
વેષ અને ફેશન
બને કેમને સાધારણ રીતે વેષ લગભગ સરખે છે. કેટ, પાટલુન, નેકટાઈ, કોલર એ અંગ્રેજી વેષ પુરુષોએ સ્વીકાર્યો છે. અને સ્ત્રીઓએ છેલ્લામાં છેલ્લી પારસી, બંગાળી કે અંગ્રેજી કેમની ફેશન સ્વીકારી છે.
આમીલ કેમને કોઇપણ પુરુષ ધોતીયું પહેરેલો કદિ નહિ જોવાય. ભાઈબંધ કેમમાં શિકારપુરી અને બીજા લો કે, કે જેઓ ખાસ કરીને વ્યાપારમાંજ પડેલા છે, તેઓ દેશી વેષમાં જોવાય છે. સ્ત્રીઓ ઘરની અંદર ઘણે ભાગે સુંથણું (પાયજામે) પહેરે છે. એને પતલૂન” પણ કહે છે. ઘણું સ્ત્રીઓ તો બહાર પણ પાયજામો પહેરીને નીકળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org