________________
સિધી હિંદુઓ
[ ૧૫૧
હતી. એણે જગતનો જરા માત્ર પણ પ્રકાશ જોયો ન હતો. એમાં કંઇક છુટકારાનો દમ લેવાનો અવકાશ મળે, એટલે કમાન એકદમ છટકી ગઈ.
બીજી તરફથી પુરુષની માફક આ જાતિની સ્ત્રીઓમાં પણ ધીરે ધીરે શિક્ષાનો પ્રચાર ખૂબ વધ્યો. સ્કૂલો-કોલેજોમાં જવાનું મળ્યું. આ જાતિમાં–ખાસ કરી આમીલ સ્ત્રીઓમાં આધુનિક શિક્ષાનો એટલો બધો પ્રચાર છે કે ભાગ્યે જ કોઈ કુટુંબ હશે કે જે કુટુંબમાં એક બે બહેનો પણ ગ્રેજ્યુએટ અથવા અન્ડર ગ્રેજ્યુએટ ન હોય. આ કોમની સ્ત્રીઓ શિક્ષામાં એટલી આગળ વધી છે કે ભાગ્યેજ હિંદુસ્તાનની બીજી કોઈ કામમાં હશે. પાસે પૈસે તો હતો જ, બીજી કોમના સહવાસમાં આવવાનું મળ્યું. આ બધાં કારણેથી ફેશન-અમર્યાદિત ફેશન એમનામાં વધી ગઈ. માણસ બહુ બંધનમાં રહ્યા પછી જરા છુટો થાય, તો તે સ્વતંત્રતા ભેગવવામાં માઝા મૂકે છે. આ દશા સિંધી હિંદુ સ્ત્રીઓની થઈ.
ઘણુઓનો મત છે કે સિંધી લોકોની આ અમર્યાદિત ફેશન એ આખી યે કામને કયાં લઈ જઈ પટકશે, એ કંઈ કલ્પી શકાતું નથી. એક મારા મિત્રે મને કહેલું કે-પારસી સ્ત્રીઓમાં ફેશન જરુર આગળ વધી છે, છતાં પારસીયોમાં એક વાત જરૂર છે. પારસી બાઇઓમાં ધર્મની ભાવના છે. ધર્મના સંસ્કાર છે. એમના હદયમાં દયા છે. એઓ પોતાના ધર્મસ્થાનામાં–અગિયારીમાં જશે, પ્રાર્થના કરશે અને પરત્માની દુવા માગશે. એઓ પિતાની દયાલુતાના કારણે બે પૈસા ધર્મમાં ખચશે, બલ્ક પસાદાર પારસી બહેનો મોટી મેટી સખાવતો પણ કરે છે. એમની ફેશન આજ નહિ તો કાલ બદલાશે. એઓ ગમે ત્યારે પણ સમજશે. જ્યારે આમીલ લોકેામાં ધર્મની ભાવના બહુ ઓછી હોય છે. ખાવું, પીવું, ઐશ આરામ, એ સિવાયનું લક્ષ્ય બહુજ ઓછી બહેનોમાં જોવાય છે. વળી એમના ઉપર ધર્મગુરૂ કે કોઈનો અંકુશ પણ નથી. એટલે આ કોમ કયાં જઈને પટકાશે, એ કહી શકાય નહિ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org