________________
૧૫૪]
મારી સિંધિયાત્રા
વિચારમાં પલટ
સંસારમાં હમેશાં બનતું આવ્યું છે તેમ, કોઈ પણ વસ્તુ માટે સમસ્ત મનુષ્યનો એક સરખો વિચાર હોતો નથી, તેમ એકજ વિચાર કાયમને માટે રહેતો પણ નથી, અને તેમાં યે આ બુદ્ધિવાદના જમાનામાં, ક્રાન્તિના જમાનામાં, કોઈ પણ કોમમાં બે મત થયા વિના રહેવાતા નથી. જુની ઘરેડમાં ચાલ્યા આવતા લોકો કદાચ ગમે તેવા જના વિચારને વળગી રહેવા કોશિશ કરતા હોય, પરંતુ વિચાર સ્વાતંત્ર્યના આ જમાનામાં આવા કુરિવાજ માટે કોઈનો પણ ખ્યાલ ન જાય અને એનો નિષેધ કરનારા ન નિકળે, એ તો બનવા જોગજ નથી. સિંધી હિંદુઓના લેતી દેતી ના આ રિવાજનાં અનિષ્ટ પરિણામે, જેનારાઓની સગી આંખે સ્પષ્ટ દેખાઈ રહ્યાં છે. કોમને એક ભાગ આ રિવાજ માટે ચમકી ઉઠયો છે. સંભળાય છે કે ઘણુ વિચારકો, જેમાં સ્ત્રીઓને પણ સમાવેશ થાય છે, આ રિવાજ તરફ ધિક્કારની નજરથી જેવા લાગ્યા છે, અને આ રિવાજને પોતાની કોમમાં એક ભયંકર પાપ તરીકે સમજી રહ્યા છે. આ સંબંધી એક યુવકે મને એક અંગ્રેજીમાં કવિતા કહી સંભળાવી હતી, તે આ હતીઃ
SECRET !
Some days ago said a friend of mine
: Sind expected rain not of water this time But of Bombs which with gases would be filled,
In a few hours, all the people would be killed I for one, not in the least I' am afraid I said,
I am not going to wear a mask on my head, Nor build a house with a gas-proof room,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org