________________
૧૪૬]
મારી સિંધયાત્રા
લોકે મછી–માંસનો ઉપયોગ વધુ કરે છે. દારૂ વિના તે રહી શકે નહિ. સિંધના મુસલમાને કરતાં હિંદુઓ માંસ-મચ્છી વધારે ખાય છે; કારણ કે સિંધના હિંદુઓ પાસે પૈસે છે. ગરીબ મુસલમાનો મચ્છીમાંસ ઓછું મેળવી શકે છે, કારણ કે પૈસે નથી. સિંધી લોકોને કેઇના ઉપર ટાણે મા હોય તે તે કહેશે :
“जे कदही तु वडा माणू आहीं, तो तु भले गोस्त मच्छी शराब बे पीउ, पर मां गरीब दाल-मानी खाई गुजर कन्दस."
અર્થાત “તમે મેટા માલદાર છે, તો રોજ ગેસ્ત, મચ્છી, શરાબ ખાજે, અમે ગરીબ છીએ તે માની ભાજી ખાઈશું.”
- આમલે રોટલીને “માની” કહે છે. અને ભાઈબંધે રોટલીને રોટલી” અથવા “ફુલકા” કહે છે. માંસને આમીલો “ગોસ્ત” કહે છે, તો ભાઇબંધો “માંસ' કહે છે. ઘણે ભાગે ભાઈબંધો મુસલમાની શબ્દોને વ્યવહાર આમલો કરતાં ઓછી કરે છે.
આ બન્ને કેમોમાં પાપડ ખાવાનો રિવાજ વધારે છે. કોઈ પણ માણસ તેમના ઘરે જાય, એટલે મીઠાઈ કે એવી કંઈ ચીજ હોય કે ન હોય, પણ પાપડ તો જરૂર લાવીને મૂકેજ. એકલું પાણી તેઓ નહિ આપે. જે કુટુંબો બહુ મોટાં છે, અને જેમને ત્યાં લોકોનું આવવું જવું વધારે થતું હોય, એમને ત્યાં પાપડની ઘણી વપરાશ હોય છે. હૈદ્રાબાદમાં ભાઈબંધ કામનાં એક વૃદ્ધ બાઈ મને કહેતાં હતાં કે “મારે ત્યાં લગભગ સે સવાસો પાપડ રાજ શેકાય છે” આમ દરેકને ત્યાં છે વત્તે અંશે વપરાશ થાય છે.
સિંધી લોકોના ઘરમાં જુઓ તે ખાટલા ઢાળેલા પડયા હેય, અને તેના ઉપર બેસીને ભાજી-માની ખાતાં હેય. જો કે વધારે ફેશનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org