________________
૧૪૦ ]
મારી સિંધયાત્રા
સીધી આવ-જા આ બંદરથી થાય છે, અને એટલા માટે કરાચી બંદરને “એશિયાને દરવાજે' કહેવામાં આવે છે. હવાઇ ઝહાજનું તે આ મુખ્ય મથક ડ્રીગરોડમાં છે. જ્યાંથી મુંબઈ, મદ્રાસ, કલકત્તા વિગેરે શહેરમાં, બકે દુનિયાના દરેક ભાગ ઉપર વિમાન મારફત જઈ શકાય છે. હવે તે ટપાલનો વ્યવહાર પણ હવાઈ ઝહાજથી ચાલુ થયો છે.
કેળવણુની સંસ્થાઓ
મ્યુનિસિપલ સ્કુલ બેડ અને જીલ્લા લોકલ બેડ–એ કેળવણું ખાતાના મુખ્ય વહિવટદારે છે. મ્યુનિસીપાલીટીના કેળવણીખાતાના વડા શ્રીયુત અનન્ત હરિ લાગુ ઘણાજ વિદ્વાન બાહોશ અને ભલા અધિકારી છે. ચોથા ધોરણ પછીની અંગ્રેજી સ્કુલો સરકાર પિતે ચલાવે છે.
કરાચીમાં કોલેજે છે. હાઇસ્કૂલો છે. સરકારી અને મ્યુનિસીપલ સંસ્થાઓ ઉપરાંત બીજી ખાનગી અને સામાછિક શાળાઓ પણ ઘણી છે. કહેવાય છે કે હિંદુસ્તાનના કેળવણી વિભાગને સિંધે બહુ મેટી સંખ્યામાં શિક્ષકે પૂરા પાડ્યા છે.
કરાચીમાં દરેક પ્રકારનાં છેલ્લામાં છેલ્લી શોધનાં યંત્રો આવી પહોંચ્યાં છે.
દર્શનીય સ્થાને
- કરાચીનાં દર્શનીય સ્થાનમાં મઘાપીર, મનોરા, હવાબંદર, એકસ્ટનશન, ટેકરી, ગાંધીગાર્ડન, ભૂતખાના, (મ્યુઝીયમ) કિયામાડી અને મલીર વિગેરે મુખ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org