________________
૧૩૮ ] -
મારી સિંધયાત્રા
તે ઘણું જોઈ, પણ નગરશેઠ નાઉમલ ભેજવાણુના છોકરાની વહુ જેવી ક્યાંય થવાની નથી.’ બને મીરજાદા હઠે ચડયા. નાઉમલના ઘરમાં જઈ સ્ત્રીઓની આબરૂ પર હાથ નાખવાનો નિશ્ચય કર્યો. સાંજના સમયે નાઉમલની ડેલી વટાવી મીરજાદા દાખલ થયા. નામિલ શેઠ વખારે હતા, પણ તેમના ભાઈ જીવતરાય રાજકુમારોની આ હિલચાલ સમજી ગયા. તેમણે એક વફાદાર નેકરની મદદ લઇ બને મીરજાદાઓને ઘરમાં બાંધ્યા અને તેમની સાથેના ખવાસનું ખૂન કર્યું. પિતાનો જાન બચાવવા પચ્ચીસ પવનવેગી સાંઢણીઓ ઉપર કિંમતી ઝવેરાત અને પિતાનું કુટુંબ લઈ જીવતરાય શેઠ રાતેરાત હૈદ્રાબાદ છાડી તાલપૂરાએાના ‘ધડબો બંદર ” આવી પહોંચ્યા. બીજા દિવસે મીરની તપાસમાં મીરજાદા છુયા. નાઉમલે ઘણે બચાવ કરવા છતાં આખરે તેને સજા થઈ અને કબ્રસ્તાનમાં કબ્રો ખેદવાનું કામ સોંપ્યું. નાઉમલ ઉસ્તાદ સીધી હતો. કબ્રસ્તાનના ઉપરીને લાલચ આપી ત્યાંથી છુટયો ને ઘડો બંદર” આવી પહોંચ્યા. મીરે કબ્રસ્તાનના ઉપરીને પૂછયું, ત્યારે તેણે જવાબ આપે કે હિંદુઓને હનુમાન આકાશમાંથી આવી નાઉમલને ઉચકી ગયે. હું પકડી રાખતો હતો, પણ હું પણ સાથે ઉચકાયો. પછી પેલા કાફર દેવે મને જમીન પર પછાડો.” મીરે બિચારાએ સંતોષ વાળ્યો.
બીજી તરફ નાઉમલ અને જીવતરાય એ બને ભાઈઓએ અંગ્રેજોની મદદ માંગવાનો નિશ્ચય કર્યો. જીવતરાય મુંબઈના ગવર્નરને મળ્યા. આ બને ભાઈના ભરોસે મુંબઇથી અંગ્રેજી લશ્કરની મનવાર “ઘડ બંદર પહોંચી અને બંદર હાથ ક્યું. કહેવાય છે કે એ લશ્કરને “જેડીયા બજાર'ના કાઠિયાવાડી લુવાણું વ્યાપારીઓએ સામાન વિગેરે પૂરો પાડેલ.
“ આ ગામને ખીલવવામાં એક હરક્ત આવતી હતી, અને તે એ કે કલાત બલુચીબાઇની આજ બાજુ પુષ્કળ જગ્યા હતી અને તેમાં પોતાના સેંકડો ઢેરેને તે પાળતી હતી. એ જે ખસે તે “ઘડા બંદર” શહેરનું સ્વરૂપ લે. બાઈને બીજી જગ્યા અને દ્રવ્ય વિગેરેની લાલચ આપી, પણ એ બાઈએ પિતાની ભાષામાં “આઉં કલાતચી-કલાતચી’ એમ બેલી જણાવ્યું કે “હું લડાયક તેખમની છું. નહિં ખસુ.” સેનાપતિએ ખાત્રી આપી કે આ જગ્યાનું નામ
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org