________________
કરાચી
[ ૧૩૦
તારૂં “ કલાતચી ” પાડીશુ. બાઈ ખુશી થઈ અને ખસી ગઈ. તે દિવસથી આ ગામનું નામ લાતચી-કલાચી-કરાચી પડયું. એનું અસલ નામ “ઘડ બંદર” હજુ પણ વ્યાપારીઓને ચોપડે લખાય છે.”
ગુજરાતનું મહાનગર,
કહેવાય છે કે લગભગ ૧૦૦ વર્ષ ઉપર જ્યારે અંગ્રેજી અમલ આવ્યા, તે વખતે આ શહેરની વસ્તી આઠથી નવ હજાર માણસની માત્ર હતી. જેમ જેમ બંદરની ખીલવણી થતી ગઈ, વ્યાપાર અને જમીનની સગવડ વધતી ગઈ, તેમ તેમ આ શહેરની વસ્તી વધતી ગઈ. આજે તો લગભગ ત્રણ લાખ માણસની વસ્તી છે. જેમાં લગભગ એક લાખ ગુજરાતીઓ છે. ગુજરાતીઓએ સિંધના આ પાટનગરમાં પિતાનું સ્થાન કેટલું જમાવ્યું છે, અને મહાગુજરાતના મુખ્ય સ્થાન તરીકે આ શહેરને કેટલું શોભાવ્યું છે, એ કરાચીને થોડો પણ અભ્યાસ કરનાર જોઈ શક્યા વગર રહી શકતો નથી. સિંધનું પાટનગર હોવા છતાં કરાચી એટલે જાણે કોઈ ગુજરાતનું જ મહાનગર ન હોય, એવું ભાન થયા વગર રહેતું નથી. જ્યાં જુઓ ત્યાં ગુજરાતી જ ગુજરાતી. વ્યાપારમાં, મ્યુનિસીપાલીટીમાં અને એવાં બીજાં અનેક પ્રધાન સ્થાનમાં ગુજરાતીએની સંખ્યા તરી આવ્યા વગર રહેતી નથી, તેમ ગુજરાતનું દિમાગ પણ કામ કરી રહેલું બરાબર જેવાય છે. એશિયાનો દરવાજો
કરાચીનું બંદર આબાદ બંદર બન્યું છે. હિંદુસ્તાનનાં દરેક નાનાં મોટાં બંદરે જોડે તેને વ્યાપાર ચાલે છે અને બીજા દેશો સાથે પણ માલની
છે જ “શ્રી કરાચી ગૂજ૨ સાહિત્ય કળા મહોત્સવ અક માં શ્રી જદુરાય ડી. ખંધડીયાને લેખ.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org