________________
૧૩૬]
મારી સિંધયાત્રા
કરાચીનું સ્થાન
સિંધનું પાટનગર ભારતના શહેરમાં પાંચમું સ્થાન રાખવા છતાં સુંદરતા અને સફાઈમાં એનું સ્થાન મેખરે આવે છે. માત્ર ત્રણ-સાડાત્રણ લાખની વસ્તીનું આ શહેર વિશાળતામાં ખૂબ ફેલાયું છે. કરાચીન પ્રત્યેક માર્ગ, કરાચીના મકાનોની હારમાળાઓ, કરાચીની ખુશનુમા હવા -એ બધું યે હિંદુસ્તાનની આખી મુસાફરી કરીને આવનારને મુગ્ધ બનાવે છે. એક વખતનું માછીમારોનાં પાંચ-પચીસ ઝુંપડાવાળું ગામડું આજે ભારતના મનમોહક શહેરોમાંનું એક બન્યું છે. એક વખતનું ગંધાતું “ઘડ બંદર ” આજનું જગમશહૂર અને સેંકડે સ્ટીમરને આવકાર આપતું આલીશાન બંદર બન્યું છે. ગામ તો ઘણાં ય વસાય છે, જંગલમાં મંગલ બને છે, છતાં કરાચીની રચના તે એવા કોઈ શુભ ચોઘડીએ અને એવા કોઈ ભદ્રપુરૂષના હાથે પાયો પડયો છે, કે તેણે કરાચીને જગમશહુર બનાવ્યું છે. કરાચીની આ નવી રચના અને કરાચીની સુંદરતા, કહેવાય છે કે ભાઈ જમશેદ મહેતાના બહુ જ વિચારશીલ ભેજાનું પરિગુમ છે. બાર-બાર વર્ષ સુધી લાગટ કરાચીની મ્યુનિસીપાલીટીના પ્રમુખ પદે રહીને ભાઈ જમશેદે કરાચી શહેર માટે જે જે પ્રયત્નો કર્યા છે, એ કરાચીના ઇતિહાસમાં સોનેરી અક્ષરોએ કાતરાયેલા રહેશે.
આ કરાચીની ઉત્પત્તિના ઇતિહાસમાં પણ કંઈક વિશેષતા છે. અને તેથી આપણે જરા કરાચીન ભૂતકાળના કુવામાં ભૂસકે મારી લઈએ તો કંઈ ખોટું નથી.
ઉત્પત્તિ
ઇતિહાસ એની ઉત્પત્તિના સંબંધમાં આમ વદે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org