________________
૬૦ ]
' મારી સિંધયાત્રા
(પગમાં સોનું પહેરવાની સત્તાવાળા) છે. જસેલ અને સીસુંદરીના જાગીરદારોને “રાવલ ”ની પદવી છે. ગુડાના જાગીરદારને “રાણ નો ખીતાબ છે. નગર અને બાડમેરના જાગીરદાર “રાવત”નો ઇલકાબ ધરાવે છે. આ પાંચ ઠેકાણુમાં સૌથી મેટું આબાદીવાળું ગામ બાડમેર છે. રેલવે સ્ટેશન છે. અને હાકેમ વિગેરે ઓફીસરે પણ અહિં રહે છે.
વસ્તી
બાડમેરમાં કુલ ૪૦૦૦ માણસની વસ્તી છે. જેમાં મુખ્ય વસ્તી એસવાલ જૈનોની છે. ઓસવાલ જૈનો બધા ય તામ્બર મૂર્તિપૂજક જૈન છે. જૈનોનાં ૪૦૦ ઘર એટલે લગભગ પંદરસો માણસોની વસ્તી કહેવાય. આ સિવાય જોષી બ્રાહ્મણનાં ૩૦૦ ઘર અને અગ્રવાલ મહેશ્વરીનાં પણ ઘર ઘણું છે. આ બાડમેરની વસ્તી સારી અને ઉજળી છે. ઉપજ
બાડમેર વ્યાપારનું પણ એક મથક છે. અને તેથી દિવસે દિવસે બાડમેરની આબાદી વધતી રહી છે. બાડમેર પરગણામાં ખત્રી-રંગારા ઘણું છે. આ પરગણુમાં ઘઉં, ઘી, ગુંદ, ઊન અને બાજરાની ઉપજ વધુ થાય છે. તે સિવાય મુલતાની માટી, પેટ્રોલ સાફ કરવાની માટી, મેટ અને પત્થરની ખાણો છે. આની મોટી આવક જોધપુર દરબારને થાય છે. વેષ વ્યવહાર
બાડમેરના લોકેનો, તેમાંયે ખાસ કરીને સ્ત્રીઓનો વેષ ઘણેજ વિચિત્ર છે. સ્ત્રીઓના વેષમાં જેસલમેર તરફની અસર છે. છાતી એક કામળીના ટુકડાથી ઢાંકે છે. અને ઓઢણથી શરીરનો ખભો અને હાથને ઢાંકે છે. અહિંના સ્ત્રી પુરૂષો ખૂબ મજબૂત, સાદા અને મહેનતુ હોય છે. ફેશનનો સ્પર્શ નથી. ધંધે-મજૂરી કરી ગુજરાન કરે છે. ઘણા ખરાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org