________________
૧૨૬]
મારી સિંધયાત્રા
તે તરફ લઈ જાય છે. કંચનકામિનીની આસક્તિમાંથી સંસારના જીવોને બચાવવાનો ઉપદેશ, કંચનકામિનીનો સર્વથા ત્યાગી સાધુજ કરી શકે. ભેજ-કાલીદાસને સંવાદ
- સાધુ તરીકેની, ગુરૂ તરીકેની જવાબદારી બહુ મોટી છે. સીડી ઉપર તે ધીરે ધીરે ચડાય છે, પણ પડતાં વાર નથી લાગતી. કારણ કે એક પગથીયું ચૂકતાં નીચે પટકાયા સિવાય માણસ રહી શકતો નથી. આના સંબંધમાં ભેજ અને કાલીદાસનો સંવાદ બહુ સારું પ્રમાણ પૂરું પાડે છે.
ભોજરાજા એક દિવસ કાલીદાસને પૂછે છે – પ્રશ્ન-કાનામાં વિચાર નથી હોતો?' ઉત્તર-“સમયે બતાવીશ.”
એક વખત ભોજરાજા પિતાના મહેલમાંથી બહાર નીકળી રહ્યા છે. સામેથી એક ફકીર આવે છે. એની ઓઢેલી ચાદર ઘણી જીર્ણશીર્ણ થઈ ગઈ છે. ભેજરાજાના હૃદયમાં દયા અને ભક્તિ ઉત્પન્ન થાય છે. | ભેજ પેલા ફકીરને કહે છે – તે પ્રશ્ન -સાધુ, આ તમારી ચાદર જીર્ણ થઈ ગઈ છે, હું બીજી અપાવું ?
ઉત્તર- ને, મારી આ છ ચાદર નથી, પણ માછલાં મારવાની જાળ છે..
પ્રશ્ન- તમે માછલાં ખાઓ છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org