________________
૧૩૦]
મારી સિંધયાત્રા
અમારા તરફથી જે આપવામાં આવતો, તે ઉપરના વિવેચન ઉપરથી સમજી શકાય તેમ છે. મારું તો માનવું છે કે અનેક પ્રકારના કાવાદાવા, પ્રપંચ અને જુઠને શરીરનાં રૂંવાડે રૂંવાડે, એકે એક નસમાં, અરે નાનામાં નાના એક બિંદુમાં પણ ભરી રાખનાર શહેરની જનતાને ઉપદેશ આપવામાં જે લાભ સમાય છે, તેના કરતાં ભળી, ભકિક અને શ્રદ્ધાળુ ગામડાની જનતાને ઘેડો પણ ઉપદેશ આપવામાં વધારે લાભ રહેલો છે. દેશની સાચી સ્થિતિનું ભાન પણ શહેરની જનતા કરતાં ગામડાની જનતામાંથી વધારે થાય છે.
ઉદેશ ને સાધન
અમારી મુસાફરીની પ્રવૃત્તિમાં ત્રણ ઉદ્દેશો રખાયા હતા (૧) માંસાહાર નિષેધ, (૨) દરેક કેમ અને ધર્મેનુયાયીઓમાં પરસ્પર પ્રેમની વૃદ્ધિ અને (૩) જૈનધર્મના સિદ્ધાંતોની વાસ્તવિકતાનો પ્રચાર. જ્યાં જ્યાં જેવા જેવા પ્રકારની આવશ્યકતા જણાઇ, ત્યાં ત્યાં તેવા તેવા પ્રકારનો ઉપદેશ થતો જ રહ્યો. પુસ્તકોનો પ્રચાર, જ્ઞાનચર્ચા અને જાહેર વ્યાખ્યાન-આ અમારી પ્રવૃત્તિનાં સાધનો હતાં. ચાહે એક જ માણસ હેય, ચાહે હજાર હેય, ગમે તે વિષય ઉપર ગમે ત્યારે માત્ર જોઈને ઉપદેશ કરે એ અમારું ધ્યેય હતું. મારવાડમાં પ્રવૃત્તિ.
મારવાડના લગભગ પ્રત્યેક ગામમાં જાહેર વ્યાખ્યાને દ્વારા પ્રવૃત્તિ કરવામાં આવી હતી. ઘણાં ગામમાં કેવળ જેનીજ વસ્તી; એટલે ત્યાંના જેમાં જે જે કુરિવાજો હતા, તેને દૂર કરવાને ઉપદેશ મુખ્યત્વે થતો. પાઠશાળાઓ કે કન્યાશાળાઓ સ્થાપન કરાવવી, આપસમાં તડ હોય ત્યાં એકતા કરાવવી, એ અમારી મારવાડની પ્રવૃત્તિ હતી. જો કે વાત વાતમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org