________________
વિહારમાં પ્રવૃતિ
[૧૩૧
પકડનાર ને પકડયા પછી નહિં છોડી તડ પાડી નાખનાર મારવાડીઓ અમારી કરાવેલી એક્તાને ક્યાંસુધી જાળવી રાખશે, એને અમને ખૂબ અનુભવ હતો. ઘણે ભાગે તે મહારાજને રાજી કરવાને માટે મહારાજની સ્થિરતા સુધીમાં જ એમની એકતા જળવાઈ રહે છે. મહારાજ વિદાય થઈ જાય, એટલે પાછા તેના તેજ બાયો ચડાવે અને પાઘડીનો છેડો નીકળી જાય, ત્યાં સુધી હોહા કરે. છતાં કઈ કઈ ગામમાં કંઈક વધુ સમય પણ સંપ જળવાઈ રહે. એટલે તે વિષયમાં પ્રયત્ન કરવો એ તો અમારૂં કર્તવ્ય હતું જ. જાહેર વ્યાખ્યાને.
તખતગઢ, ઉમેદપુર, ગુડાબાલોતરા, આહાર, જાલોર, મેલસર, સિવાણાગઢ, બાલોતરા, બાડમેર, ન્યુર, મીરપુરખાસ, હાલા અને હૈિદ્રાબાદ–આ અને આવાં બીજા કેટલાંક ગામમાં જાહેર વ્યાખ્યાને પણ અપાયાં. ગુડાબાલોતરા, આહાર, જાલેર, સિવાણાગઢ, બાડમેર અને હાલાની પ્રવૃત્તિ વિશેષ આનંદદાયક અને લાભકર્તા થઈ હતી. સાંપ્રદાયિકતાની ગંધ.
કેટલેક સ્થળે સાંપ્રદાયિકતાની ગંધ વધારે અનુભવવા મળી. ગઢસિવાણુમાં સ્થાનકવાસી અને તેરાપંથીઓની વસ્તી વધારે છે. અમારી પ્રવૃત્તિ સાર્વજનિક અને દરેક ધર્મોમાં અજ્યની સ્થાપના કરાવવાની હેવા છતાં કેટલાક સ્થાનક્વાસી અને તેરાપંથીઓ પોતાની પ્રકૃતિ પ્રમાણે સાંપ્રદાયિક ચર્ચામાં ઉતર્યા વગર નથી રહી શક્તા. એમને બિચારાઓને એમાંજ રસ પડે છે. એટલે બાહ્ય ક્રિયાઓનાં સાધનને ધર્મ સમજી એવી ચર્ચાઓ છેડયા વગર રહેતા નથી. કેઈ છેડે, એટલે તટસ્થવૃત્તિથી વસ્તુસ્થિતિ સમજાવ્યા વગર તો ચાલે પણ નહિ. ખાવી ચર્ચાનો પ્રસંગ મહસિવાણામાં અને અસાડામાં વધુ આવ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org