________________
વિહારમાં પ્રવૃત્તિ
[૧૫
નિતાત હાનિકર્તાજ છે, એ વાત બહુ સૂક્ષ્મતાથી વિચાર કરતાં સમજાયા વગર નહિ રહે. અને તેનુંજ પ્રત્યક્ષ ઉદાહરણ છે કે હિંદુસ્તાનના બહોતેર લાખ સાધુઓની આજે આ દશા થઈ છે. સાધુઓનો માન મર્તબો શાથી ઓછો થઈ ગયો છે? સાધુઓના નામથી લેકને કેમ ઘૂણા ઉત્પન્ન થઈ છે? એનું મૂળ તપાસવામાં આવે તો એક જ માલૂમ પડે છે કે સાધુમાં જે ત્યાગવૃત્તિ જોઈએ, જે જિતેન્દ્રિયતા જોઈએ, જે નિર્લોભતા અને સ્વતંત્રતા જોઈએ, તે નથી રહી. શાથી નથી રહી એનો જવાબ સીધે અને સરળ છે.
આચાર પાલન
એક પગથિયું ચૂકનાર માણસ નીચે આવીને પડે છે. સાધુ ત્યાગી છે. એણે ત્યાગનો ઉપદેશ આપવાનો છે. એણે સંસારી જીવોને સંસારનાં પ્રલોભનેમાંથી દૂર રહેવાનો ઉપદેશ આપવાનો છે. એણે સંસારના છાને નીતિપરાયણ બનાવવાના છે-સદાચાર તરફ વાળવાના છે. સંસારની વાસનામાં રચીપચી રહેલા છને આમિકભાન કરાવવાનું છે. આ બધી થે બાબતેમાં જે માણસ કુશળ હશે, પતે તે પ્રમાણેનું આચરણ કરતે હશે, તેજ બીજાઓને સમજાવવાનો અધિકારી છે. સ્વયં લાલચમાં ફસાએલો માણસ બીજાને ઉપદેશવાનો અધિકારી નથી. દેશના ઉદ્ધાર માટે આજે સેંકડો માણસો “દેશનાયક તરીકેનું બિરુદ ધરાવનારા બહાર પડયા છે, વ્યાખ્યાનપીઠેને ગજાવે છે, ક્ષણભર માટે હજારે મનુષ્યનાં હદયને હચમચાવી મૂકે છે. આ બધું છતાં આંટીઘૂંટીનો પ્રશ્ન આવે છે ત્યારે, એકબીજા તરફથી સ્વાર્થની ગંધ આવે છે ત્યારે, સૌને એમ થાય છે કે ચાલો આપણે મહાત્મા ગાંધી પાસે. કારણ એ છે કે “એ કોઈનો પણ પક્ષ કર્યા વિના અથવા પિતાની સ્વાર્થવૃત્તિનો જરા પણ અંશ રાખ્યા વિના પિતાના અંતર આત્માના અવાજ પ્રમાણે પિતાને સત્ય લાગે છે, તે રાહ બતાવે છે.એવી શ્રદ્ધા લોકેની છે. અને તે શ્રદ્ધા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org