________________
૧૧૬]
મારી સિંધિયાત્રા
બંધ મકાનમાં કરે તો ઠીક, નહિં તો થોડી ઘણી રેતી ભજનમાં પડયા વિના નજ રહે. એટલું સારું છે કે જોધપુર લાઈનમાં સ્ટેશને બહુ નજીક નજીક હોય છે. ૯ માઈલથી વધારે દૂર સ્ટેશન ભાગ્યેજ કઈ હશે.
બાડમેર પછી તો રેગીસ્તાન આવે છે, બલકે બાલોતરા પછીથી જ રેતીના ધોરા દેખાવા લાગે છે. લગભગ દોઢસો માઈલ સુધી રેતીના મોટા મોટા પહાડો વીસ વીસ માઈલ સુધી ઉત્તર દક્ષિણમાં ઉભા છે. તેની ઉંચાઈ સીત્તેર સીત્તેર ફૂટ જેટલી પણ હોય છે. બસે હાથ ખદવા છતાં પણ પાણી ન નીકળે, ને નીકળે તે ખારું જ,
નહિમતનાં નારા
રેતીને ને આપને જે ભય વિહારના પ્રારંભમાં અમે સાંભળતા હતા, તેનાં સાક્ષાત દર્શને હવે ધીરે ધીરે થવા લાગ્યાં. એટલે બાલોતરા છોડયા પછી અમારી સાધુમંડળીનાં મન શિથિલ થવા લાગ્યાં, અને જાણે નાહિમ્મતનાં નગારાં અમારા કાન પર અથડાવા લાગ્યાં. હજુ તે પાશે રામાં પેલી પૂણ હતી. સંકડે માઈલ જવાનું હતું. કેમ ચાલી શકાશે ? શું થશે ? એક તરફ ઠંડી હજુ પડી રહી હતી. એટલે અમારી સાથેના શ્રી નિપુણુવિજયજીને ધીમે ધીમો તાવ અને છાતીનો દુખાવો પણ શરુ થયો. અમને તે રોજ એજ ચિંતા રહેવા લાગી કે-આ બિચારા ડેસા (જો કે ડોસા નહિં હતા, પણ અમારા બધામાં વધારે ડોસા જેવા એજ લાગતા) કરાચી સુધી શી રીતે પહોંચશે ? પણ એ તો મુકામ કરીએ, ત્યાં કપડાં કાંબળી ઓઢીને પડયા રહે. ને હવારમાં અમારી પહેલાં તૈયાર થઇને ધીરે ધીરે ચાલવા માંડે. બાલોતરા છોડયા પછી એક સાધુ તે વગર પૂછે–ચૂપચાપ કયારે પાછો ગચ્છન્તિ કરી ગયો, તેનો પતો યે ન લાગે. પાછળથી માલૂમ પડયું કે તે નાકેડા તીર્થમાં પહોંચી ગયો છે. કેઈ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org