________________
ત્રાસદાયક ત્રિપુટી
[ ૧૧૯
સામે ઔષધિઓ પણ તૈયાર હોયજ છે. ઘણે ભાગે આ દેશના મનુષ્ય ડુંગળીનો ઉપયોગ વધુ કરે છે. ડુંગળીની ગંધથી સાપ દૂર ભાગે છે, એમ કહેવાય છે. એટલે લોકે પિતાની પાસે ડુંગળી રાખે છે. ઘરમાં ડુંગળીના ઢગલા પડયા હોય, અને મોઢામાંથી પણ ડુંગળીની બદબૂ નિકળતી હોય. આમ અનેક સાધને દ્વારા મનુષ્ય પોતાને બચાવ કરતા રહે છે. છતાં જેનાથી જેની તૂટી હોય, એની બૂટી નથી. જે નિમિત્તે મૃત્યુ થવાનું હોય એ તો થાય જ છે.
પાણીનો જીવલેણ ત્રાસ
જોધપુરની આ લાઈનમાં સ્ટેશને, પહેલાં કહેવામાં આવ્યું છે તેમ, નજીક નજીક છે, પરંતુ દેશ રેતાળ, રેગીસ્તાનવાળો હોવાથી પાણીનું કષ્ટ છે. એક પ્રકરણમાં પહેલાં કહેવાયું છે તેમ, દિવસમાં એક વખત એક ગાડી સાથે પાણીની ટાંકી રહે છે. આ ગાડીને “જીવન” કહે છે. આ જીવનમાંથી દરેક સ્ટેશનનાં માણસો એક દિવસ માટે જોઇતું પાણી લઈ લે છે. જે આ પાણું ખૂટી જાય, તો તેને ભારે થઈ પડે. વરસાદ આવે છે તે પાણીની છૂટ થાય છે, અને પાણીની છૂટ હોય તો એ રેતાળ મુલકમાં પણ કેટલાક લોકે ઝુંપડાં કરીને રહે છે, અને પિતાના ઘેટાં બકરાંને ચરાવી અથવા થોડી ઘણી ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. પરંતુ જે વરસાદ ન થાય, તે તમામ લોકે પરદેશમાં ચાલ્યા જાય છે, અને આ મુલક વેરાન જેવો દેખાય છે. અમે જે વર્ષમાં સિંધમાં આવ્યા, તે વખતે બે વર્ષથી વરસાદ નહિ પડે. અને સ્ટેશન ઉપર માણસ મળે તે સિવાય આખા રસ્તે કેાઈ ચકલું પણ ફરકતું ન જોવાય. પાંચ-પાંચ દશદશ માઈલ દૂરથી લોકે પાણી ભરી જાય, અને પિતાને નિર્વાહ કરે. પાણીની ટાંકીવાળી ગાડી સ્ટેશન ઉપર આવે, ત્યારે સ્ટેશનની આસપાસમાં રહેનાર રેલ્વેના મજૂરોની બૈરીઓ અને છોકરાંઓ મટકાં લઈ લઈને તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org