________________
૧૧૮]
મારી સિંધયાત્રા
રેગીસ્તાન છોડ્યા પછી સિંધમાં પણ સાપનો એટલાજ ઉપદ્રવ છે. જેમ જેમ અમે નિવિનતા પૂર્વક આગળ વધતા જતા, તેમ તેમ અમારી મંડળી રાજ વિચાર કરતી કે “ચાલો, અત્યાર સુધી તો બચ્યા છીએ.” પરન્તુ અભિમાન ઘણું વખત તત્કાળ પરચો બતાવ્યા વગર નથી રહેતું.
સાપ કરડો
મીરપુરખાસથી અમારી મંડળી હાલા જતી હતી. રેલ્વે સડક છેડી હતી. બિલાવલમરીથી અમારી સાથેના કેટલાક ગૃહસ્થ આગલી રાતે રવાના થયા. તેમની સાથે બેલગાડી હતી. રસ્તામાં ગાડીનાં પૈડાંથી એક નાળાની પાળ તૂટી ગઈ. નાળામાં વહેતું પાણું, જાણે જંગલની મજા ઉડાવવાનો અવકાશ જ ન મળ્યું હોય, એમ જોતજોતામાં ફેલાઈ ગયું. અંધારી રાત હતી. રસ્તે સૂઝે નહિ, ગાડું પિતાના બન્ને પગ (પૈડાં) કીચ્ચડમાં ઘૂસેડીને એવું સત્યાગ્રહ કરી બેઠું, કે જાણે ગાંધીજીના સત્યાગ્રહીએ. આખી રાત મહેનત કરવા છતાં, એક કદમ પણ આગળ ન વધ્યું. આ દરમિયાન એક ભેસિંગે આવીને ગાડાવાળાના પગને ચુંબન કર્યું. થોડીવારમાં ગાડીવાળો બેહોશ થયે ભરભાંખરૂં થતાં મહામુસીબતે ગાડું બહાર કાઢી, ગાડાવાળાને ગાડામાં નાખી લેકે બે રાણી પહોંચ્યા, ત્યાં સુધીમાં તો અમે સાધુઓ પણ પહોંચી ગયા. સાપ-કરડેલા માણસની સ્થિતિ નાજુક હતી. ગુરૂદેવની કૃપાથી જે કંઈ ઉપચારે બન્યા તે કરવામાં આવ્યા. સાંજ પડતાં જ તે માણસ સ્વસ્થ થયો અને બીજા દિવસે તો બિલકુલ આરામ થઈ ગયે.
લેકે કેમ રહે છે ?
સાપને આટલો બધે ઉપદ્રવ હોવા છતાં, લોકે કેમ રહી શકતા હશે ? એ શંકા જરૂર થાય. પરંતુ કુદરતના એવા નિયમ છે કે રેગની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org