________________
મારી સિંધયાત્રા
જોધપુરના મહારાજા માનસિંગના સમયમાં કેઈ સિંધી અને ભારવાડીને આસપાસમાં થએલા વિવાદની બે કડીઓ ઉપર આપવામાં આવી છે. બન્નેએ એક બીજાના દેશની ખાસિયતે રજુ કરી છે.
પહેલાં કહેવામાં આવ્યું છે તેમ, સિંધમાં ૭૫ ટકા મુસલમાન, ૨૩ ટકા હિંદુ અને ૨ ટકા ક્રિશ્ચિયન, પારસી વિગેરે કામો છે. જ્યાં મુસલમાનોની વસ્તી વધુ હોય, ત્યાંનો દેશ ગંદે હેય, એ સ્વાભાવિક છે. સિંધમાં પ્રવેશ કરતાં આ ગંદાપણાનું દશ્ય આપણી નજરે પડવા લાગે છે. ઘણે ભાગે મુસલમાનો પગથી માથા સુધી કાળાં કપડાં પહેરે છે, અને હાથમાં કુહાડી રાખે છે. માટી અને ધૂળનો પાર નહિ. એટલે સફેદ કપડાં કાળાં થતાં વાર ન લાગે. નેહરોઠારા પાણી આખા દેશમાં ફેલાવવામાં આવ્યું છે. એટલે માટી ચીકણી થઈ ગએલી હોય છે. ચારે તરફ ખેતરોમાં પાણી ભરેલાં હોય છે. એટલે મછર અને ડાંસનો કંઈ પાર નથી. હિંદુ કે મુસલમાન સૌ માંસ મછલીના ખાનારા, એટલે હિંદુ મુસલમાનના નામ માત્રના ભેદ સિવાય બીજી વિશેષતા એ છી જોવાય છે; કેઈ લહાણું ભાટીયાના ઘરે પહોંચી જાઓ, કે કોઈ સોનીના, કેઈ સુતારના ઘરે કે કઈ લુહારના, ગમે ત્યાં જાઓ, મચ્છી માંસની દુર્ગધ આવ્યા વગર નજ રહે. ગામમાં પ્રવેશ કરતાં ૫ડેથી હિંદુ ઓળખાતે માણસ પણ હાથમાં માછલી કે પલ્લો ઉપાડીને જતો નજરેજ પડે. અમારા જેવાને કેઈનું મકાન ઉતરવા યે કામમાં ન આવી શકે.
સાંઈ પ્રત્યે શ્રદ્ધા
માછલી–માંસના ખાનારા હોવા છતાં “સાંઇ' પ્રત્યે શ્રદ્ધાવાળા તે અદભૂત છે. સાધુસંતોને આ દેશના લોકે “સાંઈ' તરીકે સંબોધે છે. ગામમાં “સાંઈ' આવ્યા છે, અને અમુક સ્થળે ઉતર્યા છે. એવી ખબર ગામમાં થાય, એટલે જુદી જુદી કામના મુખિયા અને બીજા લોકે ભેગા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org