________________
૧૧૨:]
મારી સિંધયાત્રા
માટે બાવીશ પરિષહ બતાવ્યા છે. જેમાં માકડ, મચ્છ૨ ડાંસ ભૂખ-તૃષા, ટાઢ-તડકો એ બધાની સાથે “સત્કાર પરિષહ પણ કહેવામાં આવ્યો છે.
સકાર પરિષહ સહન કરવો એ બહુ કઠણ છે. તમે બધા સમજતા હશે કે સાધુઓ આવી ધૂમધામથી ખૂબ રાજી થશે, પરંતુ હું તમને ખરેખર કહું છું કે તમારા આ સન્માનથી મારી આંખે નીચે ઢળે છે. અમે શું એવું બહાદુરીનું કામ કર્યું છે કે જેથી તમે આટલું બધું સમ્માન કરે ? અને આ સન્માનને જીરવવાની પણ અમારામાં શક્તિ કયાં ? અમારો ધર્મ છે કે ગામે ગામ વિચરવું, તમામ જનતાને સમભાવથી ઉપદેશ આપો. એમાં વળી આવા પરિષહો શા ? છતાં હું જાણું છું કે આ બધું તમારી ભક્તિનું પ્રતિબિમ્બ છે. એટલે અમે એને પાછી ઠેલવાને માટે અશક્ત છીએ. જનતાના હૃદયની ઇચ્છાને રોકવી, એ પણ ઘણું મુશ્કેલ છે. તમે જાણે છે કે મલીરમાં અમારે છૂપી રીતે આવવાનું હતું. છતાં તમે ભેગા થયા. અમારા મનમાં હતું કે ત્યાં ખર્ચ ન થાય, તો સારું, છતાં તમે તમારો વિવેક ન ભૂલ્યા. પણ એક વાત જરૂર કહુ. અત્યારે તમે જે ઉત્સાહ બતાવી રહ્યા છે, તે જ ઉત્સાહ કાયમને માટે તમારા હૃદયમાં રાખશે. જીવદયા અને બીજું કાર્યો માટે તમારી પાસે અપીલ કરવામાં આવે ત્યારે કોથળીનું મે ખુલ્લુ રાખશે. અને તન, મન, ધનથી ઉભા રહેજે. અમારે આવવાનો ઉદ્દેશ કેવળ શ્રાવકોને ઉપદેશ આપવાનો કે માત્ર ક્રિયાકાંડ કરાવવા પૂરતું નથી. અમારૂ સિંધમાં આવવાનું ધ્યેય કેટલું ઉંચું છે, એ તમે જાણો છે. આપણે આપણી ભાવના અને ધ્યેયમાં આગળ વધવા પ્રયત્ન કરીએ,એજ આપણું કર્તવ્ય છે આપણે માટે પણ શ્રી હિમાંશુવિજયજીને માર્ગ તો મુકરર થએલે છે. આપણે એ પંથે પ્રયાણ કરીએ, તે પહેલાં આપણું સમયને સફળ કરી લઈએ. વિજળીના ચમકારામાં મોતી પરોવવાનાં છે. કેટલું કઠણું છે, એ વિચારી શકે છે. વિજળીના ચમકારા તે કંઈક સમય લાગશે, પણ આપણા સમયને જતાં વાર નહિ લાગે. આંખ મિંચાતાં કેટલીવાર ? આ વસ્તુને જે સમજી લઈએ, તો આપણે જરાયે પ્રમાદ ન કરીએ.’
આ પ્રમાણે ટૂંકામાં પ્રવચન પતાવી, ગઈ કાલે એટલે તા. ૯ના સિંધસેવક' અને “મહાગુજરાતના અધિપતિએ પ્રકટ કરેલા મારા નિવેદન તરફ ઈશારો કર્યો. તે નિવેદન આ હતું –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org