________________
૧૧૦]
મારી સિયાત્રા
તત્ત્વજ્ઞાનીઓ માનવ સમાજમાં પણ માનવસમાજના પ્રશ્નોના ઉકેલ માટે વિચારતા હોય છે.
આવા એક તત્ત્વજ્ઞાની મહાપુરૂષ મુનિ શ્રીવિદ્યાવિજયજી મહારાજ કરાયાના પાદરે આવી પહોંચ્યા છે સિંધમાં માનવ સમાજના દુ:ખ દર્દોની આગને તત્વની સમજથી શાંત કરવા. ફીશું વિચારે છે દુઃખી સમાજને શાંતિ આપવા અને હું એને નાશ કરવાના ઉપાય બતાવવા. તત્વજ્ઞાન માટે જનતાનો શબ્દ હોય તે તે ધર્મ છે. ધર્મ એટલે વાડે કે પંથ નથી. ધર્મ એટલે તથ્યાતથ્યનો સમાજ, વિવેકાવિવેકનું જ્ઞાન, કર્તવ્યાકર્તવ્યની ઓળખ, અને જુદા જુદા ધાર્મિક પંડ્યાના મૂળતત્વો તપાસતાં તે બધાંનો સાર આજ માલમ પડશે.
ગાંધીજી જ્યારે કરાચી પધારે છે, ત્યારે જે કે તેમની પ્રવૃત્તિની વ્યવસ્થા કેગ્રેસ તરફથી થાય છે, છતાં તેમનો ઉપદેશ સાર્વત્રિક હોય છે. તે જ પ્રમાણે મુનિ શ્રીવિદ્યાવિજયજીની પ્રવૃત્તિઓની વ્યવસ્થા શ્રી જૈન સંધ તરફથી થશે, પણ તેઓ જનસમાજને ઉપયોગી એ બોધ પ્રચારવા અહિં પધારે છે. ગાંધીજીનો બોધપાઠ અહિંસા, દયા, વિવેક, સુવિચાર વિગેરે સર્વ તત્વોપર મુનિશ્રી ઉપયોગી બોધ આપી શકવા સમર્થ છે. તે સાથે રાષ્ટ્રધર્મના પણું પ્રખર પ્રચારક છે. એવા તત્વજ્ઞાનીનું કરાચીને આંગણે સ્વાગત કરતાં અમને હર્ષ થાય છે. અમને આશા સેવીએ છીએ કે એમનો બેધ ગ્રહણ કરવા કરાચી અને સિ ધવાસીઓ તત્પર રહેશે.
સિંધ સેવક તા. ૮ જુન ૧૯૩૭
ઉપર્યુક્ત પત્રકારોએ અમારા માટે જે શબ્દો ઉચ્ચાય છે. એમાં એમની સજજનતા સિવાય બીજું શું છે ? વધુમાં એક પત્રકાર તરીકે તેમણે અમારા જેવા ધર્મ, સમાજ અને દેશ સેવક તરફ જે આશાઓ વ્યક્ત કરી છે, એ પણ એમની રાષ્ટ્રસેવાની ધગશને પ્રકટ કરે છે. હૃદયગત ભાવો
શહેરના જુદા જુદા લતાઓમાં ફેરવીને ૧૧ વાગે અમારી મંડળીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org