________________
હૈદ્રાબાદ
[૯૧
હાબાદી” તરીકે જ ઓળખાય છે. કરાચી વિગેરેમાં આ આમીલે રહે છે. તેઓની ઓળખ હૈદ્રાબાદી' તરીકે જ થાય છે. મેટે ભાગે આ
આમીલો ” જમીનદાર છે. અથવા નોકરી કરનારા છે. કલેકટર, કમીશ્નર જેવા મેટા હેદ્દાઓ ભોગવનારા પણ આ “ હૈદ્રાબાદી” આમલે છે. ભાઈબંધ લોકો મોટે ભાગે વ્યાપારી છે. આ કામેના સંબંધમાં વિશેષ હકીકત “સિંધના હિંદુઓ ' એ પ્રકરણમાં જોવાશે.
અહિંના સિંધી હિંદુઓ-આમીલ અને ભાઈબંધ બને કેમેમાં માંસાહાર અને દારૂની વપરાશ ખૂબ છે. અત્યારની શિક્ષાથી ખૂબ રંગાયેલા છે. પાસે ખૂબ પૈસો છે, મોટા મોટા હેદા ભેગવે છે, વિલાયત વિગેરે ખૂબ ફરે છે, અને બાર બારસો વર્ષ સુધી મુસલમાની આધિપત્યમાં રહેલા છે, એટલે એમના રીતરિવાજે ને ખાનપાન લગભગ મુસલમાની સંસ્કૃતિવાળાંજ છે. એમનો વેષ યુરોપીયન, સ્ત્રીઓનો વેષપારસી અને બંગાળી સ્ત્રીને પણ પાછો પાડી દે એ છેલ્લામાં છેલ્લી ઢબનો, છતાં પણ તેઓ પોતાને હિંદુ તરીકે ઓળખાવે છે. ઓળખાવે છે એટલું જ નહિં પણ કદર હિંદુ તરીકેનું અભિમાન રાખે છે. સિંધી લેકેની શ્રદ્ધા,
આ હિંદુઓ શ્રદ્ધાળુ પણ ઘણું છે. માંસાહારી હોવા છતાં ત્યાગીઓ પ્રત્યે અનુરાગ ધરાવે છે. મોજશોખમાં મસ્ત રહેવા છતાં સદુપદેશ સાંભળવાની જિજ્ઞાસા ધરાવે છે. કેઈ સારા વિદ્વાન સાધુ-સંત આવ્યા છે, એવું સાંભળે છે, તો ટોળાંને ટોળાં દોડયાં આવે છે. સિંધમાં આ હિંદુઓને જે સાચા ઉપદેશકનો સહવાસ સાંપડે, તે આ કામ ઘણું આગળ વધી શકે.
હૈદ્રાબાદની અમારી સ્થિતિ બહુજ થોડા દિવસની રહી. એટલે એક અઠવાડિયાથી વધારે નહિં. સખ્ત ગરમીના દિવસો હતા. સુખશાલિયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org