________________
હૈદ્રાબાદથી કરાચી
[૯૭
માઈલેનું આંતરૂં સ્ટેશનોની વચમાં થઈ ગયું હતું, અને એ ઉખડી ગએલાં સ્ટેશનોનાં મકાનો એટલે દાદા આદમનાં વખતનાં જાણે કબ્રસ્તાન. બે માણસને બેસવા જેટલી જમીન સાફ કરતાં પણ કલાક જોઈએ. પચ્ચીસ ત્રીસ માણસના કાફલાને માટે એવાં સ્થાનોમાં મુકામ કરે, એ જોખમકારક હતું. પડવાને પ્રમાદે ઉભી રહેલી એ દિવાલો અને છાપરૂં કઈ વખતે છાતી ઉપર ચડી બેસશે, એ ન કહી શકાય. તે ઉપરાન્ત ચારે તરફ નજર કરીએ તે મેટા જંગી દો.
સાપ અને વીંછીઓ
આવાં સ્થાનોમાં મુકામ કરવો એ બિચારા માનવજાતિથી ભયભીત થઈને પોતપોતાના દરમાં નિવાસ કરી રહેલા સાપોને ત્રાસ આપવા જેવું પણ ખરું. ધૂળના ઢગલાઓમાં, પત્થરના પડ નીચે, દિવાલોનાં છિદ્રોમાં શાંતિથી સમાધિ લગાવીને બેસી રહેલા વીંછીઓની સમાધિમાં વિઘભૂત થવા જેવું પણ ખરું !
સાર ગામે
હૈદ્રાબાદથી કરાચી સુધી વિહાર મારવાડના રેગિસ્તાનથી પણ વધારે કઠીન અને ખતરનાક હતો. આ વિહાર દરમિયાન કઈ કઈ સારાં ગામે પણ જોવામાં આવ્યાં. જ પીર, જુગશાહી, દાબેચી એ સ્ટેશને કંઈક સારી વસ્તીવાળાં અને સાધનયુકત જોવાયાં. હૈદ્રાબાદથી પાંત્રીસ માઈલ આવ્યા, ત્યારે જ પીર જ એક ગામ જેવું ગામ જણાયું. કહેવાય છે કે અહિં બે ચાર હાથ જમીન ખોદવાથી જ પાણી નીકળે છે. હવા માટે પણ આ સ્થાન વખણાય છે. પાંત્રીસ માઈલમાં ઝાડ પણ અહિંજ જોયાં.
જંગશાહીમાં કરાચીના એક ગુજરાતી ગૃહસ્થ જેઠાલાલભાઈનું કારખાનું છે. રેવાશંકરભાઈ જેન તેના મેનેજર છે. આ બન્ને ગૃહસ્થો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org