________________
હૈદ્રાબાદ
ભાઈઓ પણ તેવાંજ સુશીલ અને ભક્તિવાળાં છે. તેની વયેવૃદ્ધા માતા તો તેના કુટુંબમાં જાણે સાક્ષાત દેવી છે. જૈનાની વસ્તી
હૈદ્રાબાદમાં જૈનોનાં લગભગ પચ્ચીસેક ઘર કહી શકાય. જેમાં શેઠ વનેચંદભાઈ “કાકા', (હમણું તેઓ સ્વર્ગવાસી થયા છે.) શેઠ સાકરચંદભાઈ, ભાઈ હિમ્મતલાલ અને કેશવલાલભાઈ એ વિગેરે મુખ્ય છે. લગભગ એકાદ બે ઘરને છોડીને બધાયે સ્થાનકવાસી સંપ્રદાયમાં છે. છતાં તેમની ભક્તિ, શ્રદ્ધા અને વિવેક બહુ પ્રશંસનીય છે. અમારી સ્થિતિ દરમિયાન કરાચીના સેંકડો ભાઈઓ અને બહેને હૈદ્રાબાદ ખાતે આવેલા, તે બધાને આતિથ્ય સત્કાર કરવામાં તેમણે ઘણી જ સુંદર ગૃહસ્થાઈ બતાવી હતી. ગુજરાતી સમાજ
હૈદ્રાબાદમાં ગુજરાતી લોકોનો બહુ મોટે જલ્થ નહિ હોવા છતાં, એકંદર સમુદાય સારો કહેવાય. તેમાં ડોકટર ભટ્ટ સાહેબ અને ઇજીનીયર: દવે સાહેબ તેમજ ઈજીનીયર મગનલાલ શાહ એમનું સ્થાન આગળ આવે છે. હમણાં હમણું હેદ્રાબાદમાં એક “ગુજરાતી સમાજ' સ્થાપન થયો છે. અને તે કેટલીક જનહિતકારી પ્રવૃત્તિ કરી રહ્યો છે. લગભગ સર્વત્ર દેખાય છે તેમ, માત્ર થોડાજ સમયથી સ્થપાયેલો હોવા છતાં, આ
સમાજ'ની વૈમનસ્યની જે વાતો બહાર આવે છે, એ દુઃખકર્તા છે. દર્શનીય સ્થાને
હૈદ્રાબાદનાં દર્શનીય સ્થાનોમાં શહેરના પાસેને ગંજાવર રેવે પૂલ, મીરાના વખતનો કિલ્લો, દેવરીનો કીર્તિસ્તંભ એ મુખ્ય છે. અને જે વધુ ઉમેરીયે તો ગબંદરનું પાગલખાનું પણ કહી શકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org