________________
હૈદ્રાબાદથી કરાચી
[ ૧૦૩
જવાબ– સિંધના લોકે મને ઘણા ભેળા લાગ્યા. એમનામાં સરળતા, સહૃદયતા અને શ્રદ્ધાને અંશ વધુ છે. તેઓ એટલા બધા શ્રદ્ધાળુ છે કે જોઈએ તેથી પણ વધારે કહી શકાય. શ્રદ્ધા તે મર્યાદિત હોય તે ફાયદાકારક થાય. આવે ત્યાગ તો જાણે અશકય છે, એમજ તેઓ માને છે. અને તેથી જન સાધુ તરફ અત્યંત શ્રદ્ધાળુ બની જાય છે. આથી અહિંસાના પ્રચાર માટે આ દેશ સારે છે. એમ હું માનું છું.
સવાલ-સિંધમાં માંસાહાર બંધ કરવાનું શક્ય છે?
જવાબ-જરૂર. મને તો એવું જણાય છે કે સિંધના મુસલમાન કરતાં હિંદુઓ માંસાહાર વધુ કરે છે. અમારા વિહારમાં ઘણા મુસલમાને મળ્યા. લગભગ તે બધાઓનું એવું કહેવું છે કે તેઓ એટલા બધા ગરીબ છે, કે તેમને માંસાહાર કરવો પરવડતો જ નથી. સિંધના ગામડાઓની પ્રજા એટલી બધી ગરીબ અને કંગાળ છે કે તેઓ માંસ ખરીદી શકે એવી હાલતમાં નથી. સિંધના હિંદુઓ માલદાર છે, જમીનદાર છે, ભેગવિલાસમાં મસ્ત છે. તેમાં પ્રચાર, કરવાની ખાસ જરૂર છે. બેશક, હિંદુઓ શ્રદ્ધાળુ છે, એટલે તેઓને સમજાવવામાં આવે તે માંસાહાર જરૂર છે થાય. ઘણે અંશે ઓછો થાય.
સવાલ-આપની પ્રવૃત્તિમાં અમે કઈ સહકાર આપી શકીએ?
જવાબ– જરૂર, હું મારી દરેક પ્રવૃતિમાં આપના પત્રને સાથ ઈચ્છું છું. આજ પ્રચારકાર્યોના સાધનમાં પ્રેમ પત્ર અને લેટફેમ એ ત્રણ સાધન મુખ્ય છે. તમારૂં પત્ર સિંધમાં સારી સેવા કરી રહ્યું છે, એવું મેં જોયું છે. અને તમે જે મારી પ્રવૃત્તિમાં મદદગાર થશે, તો હું તમારે આભાર માનીશ.”
અમે શા માટે આવ્યા છીએ?
મલીરના મેળાએ અમારી મંડળીને ખૂબ ઘેરી લીધી હતી. તમામ સાધુઓ પાસે ટોળાંને ટોળાં આવજા કરતાં હતાં. દરેકની પાસે પ્રશ્નોતરીની હારમાળાઓ ચાલતી હતી. થાક્યા પાક્યા હતા. કરાચીમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org