________________
૧૦૬]
મારી સિધયાત્રા
જૈનસંધ તરફનું ન હતું. કરાચીની સમસ્ત કામોના પ્રતિનિધિઓ તરફનું આ સમ્માન હતું. એટલે અમારા માટે વધારે બેજે હતો. આવા સમ્માનને અમે યોગ્ય છીએ કે નહિં? એનો જવાબ પ્રતિક્ષણ આત્મા પાસેથી હું માગતો હતો. કેઈ પણ જાતના પરિચય વિના, કંઈ પણ કાર્ય કર્યા વિના અજાણું વ્યક્તિઓને કરાચીની સમસ્ત જનતા આટલું સમ્માન આપે, એ કેવળ એમની સજ્જનતા, એમની ધર્મભાવના અને એમની ભક્તિના પડઘા સિવાય બીજું શું કહી શકાય ? જ્યારે બીજી તરફથી અમારે માટે મોટામાં મેટ પરિષહ હતો. જનસાધુઓને પિતાના સંયમની રક્ષામાં બાવીસ પરિષહ સહન કરવા પડે છે. એમાંને આ પણ એક પરિષહ છે. “ડાંસ, મચ્છર, ભૂખ, તૃષા, ખરાબ જમીન કે એવા અનેક પરિષહ કરતાં આ “સત્કારનો પરિષહ સહન કરે અતિ કઠણ છે. બસ આજ વિચાર પ્રતિક્ષણ મારા મનમાં આવ્યા કરતો હતો. સત્કાર અને સમ્માનના સમયમાં માણસને ફૂલાઈ જતાં વાર લાગતી નથી. તેને હર્ષ થયા વિના રહેતું નથી. અને ફૂલાઈ જવું અને હર્ષ થવો, એજ સંયમમાં બાધા પહોંચાડે છે. સંયમને બાધા પહોંચાડે એવાં કાર્યો, એજ ઉપસર્ગ કે પરિષહ છે.
પત્રકારોની સજજનતા
આ પ્રમાણેના સમ્માનથી જ ન કેવળ અમારા ઉપર ઉપસર્ગ થઈ રહ્યો હતો. બલકે સ્થાનિક પંડ્યાએ અગ્રલેખે લખીને પણ અમને ખૂબ તપાવ્યા હતા. આજે વર્તમાન પત્રો, એ જગતને જાગ્રત કરનાર, સાવધાન કરનાર, ઓળખાણ કરાવનાર ગલો છે. કેઈપણુ લખાણ કે વચન ઉપરથી લખનારના કે બેલનારના હૃદયગત ભાવોનો પરિચય થાય છે. જેવા જેવા હદયમાં ભાવો હોય છે, તેવાં તેવાં વચનો નિકળે છે. એમાં જેના માટે વચનો નિકળ્યાં હોય, એના કરતાં વચન કાઢનારની જગ્યતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org