________________
૯૦ ]
મારી સિંધયાત્રા
-
-
-
-
-
-
-
-
-
- -
- -
-
શહેરનું દૃશ્ય
શહેરની ખાસ વિશેષતા, એ ત્યાંના મકાનની બાંધણું સંબધી છે. હિંદુઓની ઉંચી ઉચી હવેલીઓ આકાશ સાથે સ્પર્શ કરી રહી છે. આ હવેલીઓના ઠેઠ નીચેના તળીયા સુધી ઉપરની ખુલ્લી હવા સરેરાટ કરતી ચાલી આવે, તેને માટે દરેક મકાનની છત ઉપર નીચે સુધી હવા આવવા માટેનાં જાળી રાખવામાં આવેલાં હોય છે.
- પૂર્વ અને દક્ષિણ દિશા તરફ બે હાની ભીંતે ઉભી કરી પશ્ચિમ અને ઉત્તરની હવાને મકાનની અંદર જવાને અવકાશ આપવામાં આવે છે. દરેક મકાન ઉપર આ પ્રમાણેનાં હવાબારા બનાવેલાં હોવાથી હૈદ્રાબાદનાં મકાનેનું દૃશ્ય દૂરથી ઘણું જ વિચિત્ર માલૂમ પડે છે. આ હવાબારાને સિંધામાં “મંા” કહેવામાં આવે છે. હૈદ્રાબાદની આ મઘાઓની નકલ સિંધના બીજાં ગામમાં પણ થવા માંડી છે. એટલે ગામડાઓની અંદર પણ નાના નાના મકાન ઉપર પણ આવા “મંઘા” બનાવેલા હોય છે. હૈદ્રાબાદની બાંધણી ઉંચી નીચી ટેકરીઓ ઉપર છે. સુંદર સડકે અને મકાનની લાઈનેથી શહેરની શોભા બહુ સુંદર છે. સિંધનું આ શહેર સદ્દભાગી છે કે જેના કાંઠે કુલેરી નદી વહી રહી છે. એનાં બાંધેલાં ઘાટે અને તેના કાંઠા ઉપરનાં વૃક્ષો, એની શોભામાં વધારો કરી રહેલાં છે. સેંકડો ભક્તજનો પ્રાતઃકાળમાં આ નદીના કાંઠે સ્નાન સંધ્યાનો અને દર્શનનો આનંદ લૂંટી રહ્યા છે.
સિંધી હિંદુઓ
હકાબાદમાં સિંધી હિંદુઓની જે વસ્તી છે, તેમાં મુખ્ય બે કામ કહેવાય છે – આમલ” અને “ભાઈબંધ.' હૈદ્રાબાદના આમીલો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org