________________
સિંધમાં પ્રવેશ
[ ૬૭
થાય. સૌ જદી જદી અથવા પંચાયતી મીઠાઈ કે પતાસાં લઈને સાધુની પાસે આવે, નમસ્કાર કરે. સિંધના લોકેાની એ શ્રદ્ધા હજુપણુ ચાલી આવે છે કે રિપાળિર્ન પન્ન જ્ઞાન વત ગુ “રાજા, દેવ અને ગુરૂ પાસે ખાલી હાથે ન જવાય,” દિલના સરલ હોય છે. મચ્છી માંસનો ખોરાક પેઢી દર પેઢીથી ચાલ્યો આવતો હોવા છતાં, ઉપદેશ મળતાં અને દિલમાં ખરી વસ્તુનું જ્ઞાન થતાં છોડતાં વાર લગાડતાં નથી. ઘણું લોકે છોડયા પછી કદિપણ તેને અડતા નથી, જ્યારે કેટલાક સંયોગો ઉપસ્થિત થતાં પ્રતિજ્ઞાન ભંગ પણ કરે છે.
કોઈ ગૃહસ્થ અમને વિનતિ કરે કે મારે ત્યાં ભિક્ષા માટે પધારે, અને જે અમે એમ કહિએ કે “તમારે ત્યાં મચ્છીમાંસ ખાઓ છે, માટે અમે ભિક્ષા તમારે ત્યાંથી ન લઈ શકીએ,” તો તે આખી જીંદગી પર્યન્તને માટે પણ મચ્છીમાંસ છેડી દેવાને તૈયાર થાય. જે હિંદુઓ મચ્છીમાંસ છોડી દે છે, તેઓ પોતાને “વિષ્ણુ” થઈ ગયો સમજે છે. કેઈ ગૃહસ્થ આપણને કહે કે “હું તે બહુ વખતથી વિષ્ણુ થઈ ગયો છું.' ત્યારે સમજી લેવું જોઈએ કે તેણે મછલીમાંસનો ત્યાગ કર્યો છે. સુક્કામાંથી લીલું
મારવાડની હદ છોડ્યા પછી, ખરેપાર, વાસરવાહ, જાલુજેચેનર, પરચેઝ વેરી અને ન્યૂછેર–અહિંસુધી રેતીના ધોરા અને રેગીસ્તાન ચાલુ રહે છે. ન્યૂછોર ગામ ઘણું મજાનું છે. વસ્તી ઠીક છે. સ્કુલ પણ છે. પરંતુ સ્ટેશન એટલે રેલગાડીને એક ડમ્બેજ, આ ડબામાં સ્ટેશનની ઓફીસ, સ્ટેશનમાસ્તરનું કુટુંબ અને બધું યે રહે.
, ન્યૂરમાં વસ્તી સારી છે. ઉજળી વસ્તી છે. સ્કૂલ પણ છે. ત્રણ ચારસો ઘરની વસ્તી છે. ૬૦ ઘર મહેશ્વરીનાં ને ૨૫-૩૦ ઘર બ્રાહ્મણનાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org