________________
૮૦ ]
મારી સિંધયાત્રા
ઉંટ–ગધેડાની સવારી
ઉંટની સવારી ને ગધેડાની સવારીએ તે ડગલે ને પગલે જ્યાં જુઓ ત્યાં જોવામાં આવે. ક્યાંય બહાર જતાં આવતાં ગધેડાનું ભૂંકવું કેટલાક લેકે અપશુકન સમજે છે. આવા શુકન અપશુકનના વહેમમાં પડેલા માણસને આ દેશમાં ભારે થઈ પડે. ગામ પરગામ જતાં ગધેડાનું સંગીત ક્યાંયથી ને ક્યાંયથી સંભળાયા વિના ભાગ્યે જ રહે. એમાં કંઇ શક નથી કે સિંધના ગધેડા, એ બીજા દેશનાં ઘોડાઓને પણ માહિત કરનારાં છે. ત્રણસો ત્રણસો રૂપિયાનાં ગધેડાં અને ગમે તેવા પવનવેગી ઘોડાઓ કે ઉંટની હરીફાઈમાં ઉતરનારાં ગધેડાઓની કથા અમે સાંભળી છે. મેટરના જમાનામાં હવે તેની કીમત ઘટી ગઈ છે. તેની વપરાશ ઓછી થઈ ગઈ છે, છતાં પણ હજુ બે ગધેડાઓની ગાડીઓની, એક ગધેડાના એક્કા અને છૂટક ગધેડાઓની સવારીઓ સારા સારા શ્રીમન્ત પણ કરે છે. ગધેડા અને ઉંટ-એ બેજ આ દેશની મુખ્ય સવારીઓ છે. આજ પણ ઉંટ એવા જબરદસ્ત છે કે જૂની સાંઢણીઓની આપણે કથાઓ સાંભળીએ છીએ, તેની સત્યતાની સાક્ષી આપી શકે, સારા સારા ગૃહસ્થો પોતાને ત્યાં ઉંટ રાખે છે. તેમાં જે ખાસ બેસવા માટેના ઉંટે હાય છે, તે માલ વહન કરવામાં નથી વપરાતાં. શ્રીમન્નાઈના પ્રમાણમાં ઉંટ ઉપરનો સામાન પણ કેટલાકો ઘણે સુંદર રાખે છે. બૂરી આદતો
ભિંડશાહમાં હાલાના જે યુવકે અમારી પાસે બેઠા હતા, તેમાં એક સિંધી લુવાણ પણ હતા. તેણે આ દેશની એક વાત સંભળાવી, અને તે એ કે- “આ દેશના છોકરાઓ દસ દસ બાર બાર વર્ષની ઉમરમાં બૂરી આદતોમાં પડી જાય છે, અને તેમાં મોટે ભાગે માબાપને દેષ હેય છે. આ દેશના ઘણા ખરા કે પશુઓ કરતાં પણ નાપાક જીવન ગાળી રહ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org