________________
s૬]
મારી સિંધયાત્રા
કદાચ વિનતિ કરવાને આવશે.” એ કરાચીન મૂર્તિપૂજક સંઘના સેક્રેટરી તરફથી ઇશારે હતો. શેઠ કસ્તુરચંદજી પારેખ. શેઠ મહેરચંદજી વિગેરે હાલાના આગેવાનો ધરાનારા આવ્યા, અને તેમણે હાલા માટે વિનતિ કરી, ત્યારે અમને માલૂમ પડ્યું કે હાલમાં શ્વેતામ્બર મૂર્તિપૂજક જેનોની ખાસી વસ્તી છે, મંદિર છે, અને ઉપાશ્રય પણ છે. જે ગૃહસ્થ અમારી પાસે આવ્યા હતા, એમનો વેશ અને તેમાંય ખાસ કરીને એમની પાઘડી જોઇને અમને બહુ આશ્ચર્ય થયું કે આ પાઘડી ક્યાંની ? હાલાના ડેપ્યુટેશનની વિનતિનો સ્વીકાર કરવાની અમારી હિમ્મત એટલા માટે ન હતી કે –મીરપુરખાસથી કાચા રસ્તે જવાનું હતું. અને ગરમી પડવા લાગી હતી. ગરમીના દિવસોમાં સખ્ત લૂ, વંટોળિયો અને સાપને ઉપદ્રવ વધે છે, એવી અમને ખબર હતી. સમય ભરાઈ ગયો હોવાથી અમારે હવે એકપણ દિવસ વધારે ક્યાંય કાવવું, બહુ જોખમ ખેડવા જેવું હતું. ધોરાનામાં અમારે નિર્ણય અનિશ્ચિત રહ્યો. છેવટે મારપુરખાસમાં પાછું ઉપરના ગૃહસ્થનું ડેપ્યુટેશન હાલાથી આવ્યું. ભવિષ્યના ઉદરમાં શું ભર્યું છે? સ્વપ્નમાં પણ હાલા તરફ જવાનો વિચાર નહિ હોવા છતાં, હાલા જવાનું નક્કી થયું, એ, “શ્રી હિમાંશુવિજયજીના દેહાવસાનનું નિર્માણ ત્યાં થયું હશે.' એજ કારણ તે નહિં હેય? અમે મીરપુરખાસથી ૭મી એપ્રીલે હાલા તરફ પ્રસ્થાન કર્યું. હાલાના ગૃહસ્થો અમારી સાથે હતા. ગૃહસ્થોથી બની શકે તેટલી યોગ્ય સગવડ એ ગૃહસ્થાએ રાખી હતી.
રસ્તાની વિકટતા
મીરપુરખાસથી હાલા અને હાલાથી હૈદ્રાબાદ સુધીનો રસ્તો ઘણેજ વિકટ હતે. વિચિત્ર રસ્તો, કોઈ વખત રસ્તો મળે અને કોઈ વખત ન મળે. નહેરોના કારણે બાવળના ઝાડે એટલાં બધાં કે કઈ વખતે સૂળથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org