________________
S૨]
મારી સિંધયાત્રા
તેમણે પોતે કરી, કરાચીના સ્થાનકવાસી સંધને આખો ચિતાર મારી આગળ રજુ કર્યો. સ્થાનકવાસી સાધુ હેવા છતાં, તેમણે કરાચીના મંદિર માગ સંઘની વધારે તારીફ કરી. તેમની વિરુદ્ધમાં આટલું બધું આંદોલન શાથી થયું ? તેમણે વર્ણવી એવા પ્રકારની એમના મનને દુભાવનારી બીના શાથી બની ? એ વિગેરે ઘણી વાતે તેમણે કહી. કરાચીના સ્થાનકવાસી સંઘમાં આ ઉલ્કાપાત બને, એ તો બહુજ દુઃખકર્તા મને લાગ્યું.
મૂર્તિપૂજાની ચર્ચા
આ પ્રસંગે કરાચીના સ્થાનકવાસી સંઘ તરફથી તેમણે બહાર પડાવેલ ઉપાસક દશાંગ” સૂત્રમાં મૂર્તિ પૂજા સંબંધી તેમણે કરેલા અનર્થો સંબંધી ઘણું વાત નીકળી. “જે કરાચીના શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘે તમારી આટલી બધી ભકિત કર્યાનું જણાવે છે, તે સંઘને પણ જરા યે
ખ્યાલ રાખ્યા વિના નિરર્થક મૂર્તિ પૂજાના પ્રશ્નને છે. અને તેનો વિરોધ કરી સમાજમાં કોલાહલ મચાવ અને વધુ ચર્ચા ઉભી કરવી, એમાં શકિતને કેટલો બધે વ્યય થાય છે, અને બીજા કરવાનાં કાર્યોથી કેટલા બધા પાછા પડાય છે, એ બહુ વિચારવું ઘટે છે, જે વખતે આખા દેશમાં સંગઠનનો પવન ફૂંકાઈ રહ્યો છે, અને એકતા દ્વારા દરેક સમાજ અને ધર્મવાળાઓ પોતાની ઉન્નતિ સાધવા પ્રયત્ન કરી રહ્યા છે, તે વખતે જુની ચચોને કબ્રસ્તાનમાંથી બહાર કાઢી, તેના ઉપર ચુંથણ ચુંથીએ, અને એક બીજાને સાચાખેટા ઠરાવવા પ્રયત્ન કરીએ, એ આ જમાનામાં ક્યાંસુધી યોગ્ય છે? એ વિચારી જોશે. ફાયદો શું થયો ? તમારા લખાણ ઉપર મૂર્તિપૂજક સાધુઓ ઉતરી પડયા. હજુ પણ ઘણું લખી શકે તેમ છે. અને લખવા તૈયાર છે. કરાચીન મૂર્તિપૂજક અને સ્થાનકવાસી સંઘનું જે સંગઠન છે, એમાં મૂર્તિપૂજક સંઘને મનમાં થેડી પણ ગ્લાનિ ઉત્પન્ન કરવાનું તમે નિમિત્ત આપ્યું. સ્થાનકવાસી સંઘે તો તમારે જે સત્કાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org