________________
સિંધમાં પ્રવેશ
[ ૭૧
() કર્યો, એ તમે મારી આગળ હમણુંજ કહી ચુક્યા છે. એટલે આ જમાનામાં આપણું શક્તિઓને સંગઠિત કરીને અહિંસા અને જૈનધર્મના સિદ્ધાંતને પ્રચાર કરવાનું લક્ષ્યમાં રાખીયે, તે કેટલું બધું કાર્ય થઈ શકે?
વિગેરે મારા નિવેદનને તેઓ બહુજ ધ્યાનપૂર્વક સાંભળતા રહ્યા. તેમણે બચાવમાં અમુક માણસનાં કારણે મારે એમાં લખવું પડયું, એમ જણાવ્યું, પરંતુ એક વ્યક્તિના કારણે આખા સિદ્ધાંત ભેદને વિષય ચર્ચીને સમાજમાં અઘટિત ચર્ચાઓ ઉભી કરવી, એ ઠીક નથી. એ મારૂં કહેવું, તે વખતે તે તેમને જરૂર ગળે ઉતર્યું. લગભગ બે અઢી કલાકની અમારી એકાંત મુલાકાત આનંદપૂર્વક પૂરી થઈ. બીજા દિવસે તેમણે મારવાડ તરફ વિહાર કર્યો.
નહેરોના પુલ
આ પ્રાંતમાં એક બીજી મુશ્કેલી ખતરનાક હતી. અને તે નહેરના પુલની. એક પછી એક નહેરો આવવા લાગી. નહેરા પાણીથી ભરેલી. બીજો રસ્તો મળે નહિ. એટલે પુલ ઉપર થઈનેજ ચાલવાનું. પુલ ઉપર કઠોડે કે પાટીયાં કંઈ ન મળે. રેલના પાટાની નીચે આડી નાખેલી સ્લીપટો ઉપર ચાલવાનું, જે લોકોને આવી સ્લીપટો ઉપર ચાલવાને અભ્યાસ ન હોય, એવાઓને આવા પુલ ઉપરથી ચાલવું ઘણું જ જોખમકારકભયવાળું લાગે. નીચે પાણું ધમધોકાર ચાલ્યું જતું હોય; એટલે જરા નીચે જેવાથી અંધારા અને ચકકર આવે. કેાઈ કોઈ સ્થળે નહેરને પટ બહુ હેળો હોય છે, એટલે પુલ બહુ લાંબા હોય. સ્લીપટ ઉપર ચીકાશ થઈ ગઈ હોય, એટલે ધીરે ધીરે ટેકે મૂકી મૂકીને ચાલવું પડે. બીજી તરફથી હામેથી કે પાછળથી ગાડી આવવાને ભય રહે, “હાય, ગાડી આવી જશે તે?” જેની ભયસંજ્ઞા વધારે હોય, એને તો આવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org