________________
મારી સિધયાત્રા
-
-
-
- -
-
- -
-
સ્ટેશન માસ્તરે
માલાણું પરગણું “મુણાવાવ ' સ્ટેશનથી ૧૫ માઈલ આગળ વધ્યા પછી પૂરું થાય છે. એટલે મારવાડની હદ સમાપ્ત થતાં સિંધ ગવર્નમેન્ટની હદ શરૂ થાય છે. ખરેપાર સ્ટેશન ઉપર બન્ને તરફના સિપાઈઓ રહે છે. જો કે જોધપુર લાઈન તો ઠેઠ હૈદ્રાબાદની પાસેના મીરાની સ્ટેશન સુધી ગઈ છે.
અહિં સુધીનાં દરેક સ્ટેશનના સ્ટેશન માસ્તર ઘણુજ ભલા, અને ભકિતવાળા દેખાયા. લગભગ બધા યે જોધપુર સ્ટેટના અથવા ગુજરાતી કે કે કોઈ સ્થળે યૂ.પી. ના રહેવાસી હતા. અમારૂં સિંધ તરફ જવું, તેમને ઘણું જ આશ્ચર્યજનક લાગતું. કેટલાકે એકથી વધારે દિવસ રાખવાનો આગ્રહ કરતા, અને ભક્તિને લાભ લેતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org