________________
માલાણી
1 દર
ઓસવાલ જનો અને બ્રાહ્મણે ઊટેથી ભાડાં કરવાનો ધ કરે છે. ધાર્મિક જ્ઞાન નહિં હોવા છતાં ધર્મના શ્રદ્ધાળુ છે.
જૂનું બાહડમેરુ
જે બાડમેરના સંબંધમાં ઉપર પરિચય આપવામાં આવ્યો છે, તે નવું વસાએલું છે. પરંતુ પ્રાચીન બાડમેર, તે તો આ બાડમેરથી લગભગ ૧૪ માઈલ અને જમાઈ સ્ટેશનથી લગભગ ચારેક માઈલ દૂર થાય છે. અત્યારે આ સ્થાન “જના' ના નામથી ઓળખાય છે. નકશામાં પણ આને “જુના' ના નામે ઉલ્લેખ છે.
માલાણ” પરગણુમાં આ એક એતિહાસિક પ્રાચીન સ્થાન છે. પ્રાચીન શિલાલેખે, પટ્ટાવલીઓ અને બીજા પુસ્તકમાં આ ગામનું નામ
બાડમેરુ ” “બાડમેર નગર ” એ નામે ઉલ્લેખ થએલો જોવાય છે. સોલંકીઓની આબાદીના સમયમાં આ નગર ઉન્નત દશામાં હતું. અનેક જન અને હિંદુ મંદિરે અહિ મૌજૂદ હતાં. અત્યારે તેના અવશેષ, તેની પ્રાચીન જાહેરજલાલીની સાક્ષી પૂરી રહ્યાં છે. અનેક જૈનાચાર્યો અને ધનાઢય શ્રાવકેથી આ “જૂના ”ને ઇતિહાસ ઉજજવળ બનેલો છે.
ઉત્પતિ
આ બાડમેરુ કયારે વસાયું, એનું પ્રમાણ નહિ મળતું હોવા છતાં, બારમી સદીમાં તો તે હયાત હતું, એવું કેટલાંક પ્રમાણેથી સિદ્ધ થાય છે. વિ. સં. ૧૧૧૧માં મુગલોએ ભિનમાલને નાશ કર્યો, ત્યારે પરમાર વંશના રાઉત સેમકરણજીના વંશનાં રાય ગાંગા’ ભિનમાલથી ભાગીને બાડમેર ગયા હતા. ત્યાં પરમારવંશને દેવડ રાજા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org