________________
માલાણી
| [ ૫૭
એક જંગલમાં એક બકરાં ચારનારને મેં પૂછ્યું કે- તમે માંસ ખાઓ છે?” તેણે કહ્યું “હા,” મને અજાયબી લાગી. મેં તેને ઉપદેશ આપ્યો અને તેણે તે જ વખતે માંસાહારનો ત્યાગ કર્યો. ઉંચામાં ઉંચી કામને માણસ માંસ ખાતો હોય કે દારૂ પીતો હોય, છતાં જે તેને પૂછવામાં આવે તો તે સાફ સાફ કહી દેશે કે હું માંસ ખાઉં છું. તે પછી આપણે ગમે તેટલો ઉપદેશ આપીએ, જે તેના દિલમાં નહિ જામે, તે. ગમે તેટલું સમજાવવા છતાં તે છોડશે નહિ, અને સમજ્યા પછી અને છોડ્યા પછી ભાગ્યેજ કેાઈ હશે કે જે તે નિયમને ભંગ કરશે.
જેને અસંસ્કારી ગણવામાં આવે છે, તેનામાં આ ખાસિયત હોય છે. જ્યારે શહેરી જીવન ગાળનારા, શિક્ષણમાં બહુ આગળ વધેલા, મોટા મેટા ધંધા કરનારા, સાધુ-સં તેની પાસે જઈને કાન દઈને વ્યાખ્યાન સાંભળનારા, પિતાનું જીવન કેવું ગાળી રહ્યા છે? પ્રતિજ્ઞાઓનું કેટલું પાલન કરે છે? ઉપદેશને કેટલો આદર કરે છે? એ બતાવવાની જરૂર છે શું?
એક અનુભવ
જેમ જેમ અમે સિંધની તરફ આગળ વધતા ગયા તેમ તેમ ઘણું ઘણું જાતનો અનુભવ થતો ગયો. ઘણી વખતે કઈ વસ્તુને જોઈને આપણે બહુ ભય ખાઈએ છીએ. પરંતુ તે વસ્તુ એટલી ભયંકર નથી હોતી. સિંધના મનુષ્યો બહુ ભયંકર છે, ખાસ કરીને ઉત્તર અને પૂર્વ સિંધના મુસલમાન સિંધિઓ.” આ વાત અમારા કાન ઉપર ઘણી વખત અથડાયેલી. વાયતૂથી અમે સંધાધરા જઈ રહ્યા હતા. આ તરફ રેતીના પહાડો એક પછી એક એટલા બધા આવે છે કે રેલગાડીને પણ પશ્ચિમથી દક્ષિણ અને દક્ષિણથી પશ્ચિમ-એમ ઘણું ચક્કર ખાવાં પડે છે. પહાડની વચમાં થઈને પસાર થતાં છાતી ધડક્યા વગર ન રહે. કોઈ આવીને કુહાડીને ઘા કરી બેસશે તો ? આવા વિચારમાં પસાર થતાં એક મુસલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org