________________
પ૪]
મારી સિંધયાત્રા
વાયતૂ સ્ટેશન ઉપર મુસાફરખાનામાં અમે ઉતર્યા હતા. એક માણસ મારી સામે આવીને બેઠે. પાંચ હલ્થ પહાડી શરીર, લાલ સુરખ ભયંકર આંખો, કઈ ખાણનું ખેડાણ કરીને હમણાં જ બહાર નિકળ્યો હોય એવાં એના મેલાં–ઘેલાં અને જાડાં કપડાં. ઢીંચણથી ઉચે સુધી ધેતિયાનો લંગોટો મારેલો. વાત ઉપરથી માલૂમ પડ્યું કે આ માણસ રેતીના ખૂબ પાહાડની વચમાં આવેલા, બાડમેરથી લગભગ ચાલીસ માઈલ ઉપર બાડેવા ગામનો રહેવાસી છે, અને તે જૈન છે. તેણે કહ્યું કે અમારા ગામમાં હું એકલો જ છું કે જે પાલીતાણું ગયો હતો, અને ત્યાં તમારા જેવા સાધુને જેએલા, એટલે મને લાગ્યું કે તમે અમારા ગુરૂ હશે.' “આ જૈન છે,' એવું જાણુને હું તાજુબ થઈ ગયો. મેં મારી સાથેના સાધુઓ અને ગૃહસ્થને લાવ્યા અને આ માણસને બતાવતાં મેં ઓળખાણ આપી કે આ શ્રાવક છે. એ પણ બિચારે બોલી ન શકે, પણ એને એમ થતું હોય એમ મને લાગ્યું કે “આ બધાં મને શું જોવા ભેગાં થયા હશે?” તેણે પિતાના ગામના અને આસપાસના ગામને પરિચય આપતાં જણાવ્યું –બાડમેરથી આથમણું દિશામાં સાત ગાઉ ઉપર વેસાડે ગામ છે. કે જ્યાં સાઠ ઘર શ્રાવકનાં છે અને એક મંદિર પણ છે. ત્યાંથી આગળ પચ્ચીસ માઈલ ઉપર આડેવા ગામ છે જ્યાં પચાસ ઘર છે અને ત્યાંથી દસેક માઇલ ઉપર હરસાણું ગામ છે, ત્યાં ત્રીસ ઘર છે.” તેણે કહ્યું કે “આ બધાં ગામમાં બધા ય મંદિરમાગજ છે. સ્થાનકવાસી કે તેરાપંથી કે નથી. તેરાપંથી સાધુ આવે તો અમે માનતા પણ નથી.' એણે તેરાપંથી સાધુઓ કેમ ઉપદેશ આપે છે એની હાસ્યજનક નકલ કરી બતાવી. આ માણસનું નામ મેડે હતું, અને તે “મીઠડીયો વોરે” એ ગેત્રને હતો. તેણે પિતાનો પરિચય આપતાં કહ્યું કે;–“યુવાવસ્થામાં રજપુતેની સાથે હથિયારે બાંધીને હું જંગલોમાં ફરતો અને તેઓ જે ધંધો કરતા, તે બધે ય ધંધે હું કરતો. સત્તાવનની સાલમાં મારૂં લગ્ન થયું, તે પછી મેં હથિયાર છોડ્યાં અને એ ધંધે યે મેં છેડો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org