________________
૩૬ ]
મારી સિંધિયાત્રા
વેશમાં છુપાતા રહે. આવી સ્થિતિમાં, સારા નરસાનો જ્યાં સુધી પરિચય ન થાય, ત્યાંસુધી સારા ઉપર પણ અજાણ્યા માણસને તો એકદમ વિશ્વાસ ન જ બેસે. સ્ટેશનોના સ્ટેશન માસ્તરો શિક્ષિત હોય છે, સમજદાર હોય છે, છતાં તેઓ મેકર ખરાજ. એમને પણ પિતાની નોકરીનો અને ઉપરિ અધિકારીનો ખ્યાલ રાખવાની જરૂર ખરી જ. આ સ્થિતિમાં અમારી મંડળી કેઇને પણ ભાર રૂપ ન થાય, અને અમારી મંડળી પ્રત્યે કેઈને અવિશ્વાસ લાવવા જેવું પણ ન થાય, એવો કંઈપણ પ્રબંધ કરવો, મને આવશ્યક જણાય.
સાધને
ત્રીસ બત્રીશ વરસની વાત છે. જ્યારે અમે બંગાલમાં ગુરૂદેવ શ્રી, વિજયધર્મસૂરિ મહારાજની સાથે વિચરતા હતા, ત્યારે અજાણ્યા પ્રદેશેમાં વગર સાધને વિચરવામાં કેવી મુશ્કેલીઓ ઉભી થાય છે, એનો ખૂબ અનુભવ થએલો અને તેમાં ય જ્યારે અમારી સાથે સ્વયંસેવકોની એક સારી ટુકડી સાથે ચાલવાની હતી, તો પછી તેમને પણ, તેમની સેવામાં જેટલાં અનુકૂળ સાધનો શક્ય હોઈ શકે, તેટલાં મેળવવાં, એ જરૂરનું હતું. અમને ખબર હતી કે જોધપુરલાઈનમાં પાણીની ઘણુજ મુશીબત છે. આખા દિવસમાં એક જ ટ્રેન એવી પસાર થાય છે કે જેમાં પાણીની એક ટાંકી રહે છે અને તે તમામ સ્ટેશનવાળાઓ પોતાને જરૂર પૂરતું પાણી ભરી લે છે. પછી બીજા દિવસે ભરે. તે દરમિયાન જે કંઇક કારણસર પાણુ ખૂટી ગયું હોય તે પાણી વિના બિચારા તપસ્યા કરે. આવી સ્થિતિમાં પસાર થતાં જેટલાં સાધને વધારે, તેટલી અનુકૂળતા વધારે, એમ લાગ્યું.
સિંધનો વિહાર એ કંઇ અમારે માટે બહુ લાંબે વિહાર ન હતો. દોઢ-દોઢ કે બબ્બે હજાર માઈલની એક સાથે મુસાફરી કરનારને ૫૦૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org