________________
સાધન અને સહકાર
[૩પ
પંજાબથી જવાવાળાઓને માટે પંજાબથી મારવાડમાં આવવું જોઈએ. અને મારવાડથી જોધપુર લાઈને મીરપુરખાસ અને હૈદ્રાબાદ વિગેરે.
મુલતાન તરફથી આવનારા રેલવે લાઈને સક્કર (રેહરી) થઈને હૈદ્રાબાદ આવી શકે છે.
અમારે મારવાડમાંથી સિંધમાં આવવાનું હતું. એટલે શિવગંજથી મારવાડના પ્રાંતને ઉલ્લંઘન કરી બાલોતરા, આવી રેલના પાટાને રસ્તો પકડો, એ અમારો ઇરાદો હતો. અને અમે તેજ પ્રમાણે વિહાર કર્યો. કાશીલ જગત
- એક બીજી બાબત તેજ પ્રસંગે અમારા ખ્યાલમાં આવી. આ વિહાર એવો નહિ હતો કે એકલા અમે સાધૂજ હાઈએ. ગૃહસ્થની મંડળી પણ અમારી સાથે ચાલવાની હતી. કરાચીના સંધ તરફથી સ્વયંસેવકે અમારી સાથે રહેવાના હતા. એટલે જેમ માણસની સંખ્યા વધારે તેમ વ્યવસ્થાનો બંદોબસ્ત પણ વધારે હોય, એ સ્વાભાવિક છે. અમારે પગે ચાલતાં ચાલતાં દરેક સ્ટેશને મુકામ કરવાનો હતો. સ્ટેશન ન્હાનાં હોય કે મેટાં. કોઈ સ્થળે ગૃહસ્થાને યોગ્ય સગવડતા મળી પણ શકે અને ન પણ મળી શકે. ભિન્ન ભિન્ન પ્રકૃતિના માણસો પરિચયમાં આવવાના હતા. આજે જગત્ શંકાના ચકડોળે ચઢેલું છે. નાના પ્રકારની શંકાઓ કરતાં મનુષ્યને વાર લાગતી નથી. અને તેમાંયે સાધુઓના નામથી લકે એટલા બધા ભડકેલા છે કે ગમે તેવો શિક્ષિત માણસ પણ એકદમ નિઃસંકોચ ભાવે તો સ્થાન ન આપે. સી. આઈ. ડી. એ પણ સાધુને વેશમાં ફરે અને ચાર-ડાકુઓ પણ સાધુના વેશમાં ફરે, દેશદ્રોહીઓ પણ સાધુના વેશમાં ફરતા રહે અને રાજદ્રોહીઓ પણ સાધુના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org