________________
મારવાડ
૪૩
પ્રમાણે અમારા આખા વિહારને હું વિભક્ત કરવા ચાહું છું. જો કે સિંધનો મુલક “માલાણું” છોડ્યા પછી-એટલે ખરેપાર સ્ટેશનથી શરૂ થાય છે. લેકેનું આશ્ચર્ય
શિવગંજ છેડયા પછી, એ વાત જાહેર થઈ ચુકી હતી કે અમારો વિહાર સિંધને માટે થઈ રહ્યો છે. મારવાડની પ્રજા, કે જે ખાસ ગામડાઓમાં રહેનારી છે, એને તો અમારું સિંધ જવું સાંભળીને આશ્ચર્ય થતું.. એમના ગામમાં–મારવાડનાં એ ન્હાના ન્હાનાં ગામોમાં જ સાધુઓ કવચિત્ નજરે પડતા હોય, તો પછી સિંધ અને કરાચીનું નામ સાંભળીને બિચારા આભા બની જાય, તો એમાં આશ્ચર્યજ શું છે? જેનોની વસ્તી
શિવગંજથી જે જે ગામમાં થઈને અમે મારવાડને મુલક પસાર કર્યો, તેનાં ગામો ભરચક જૈનોની વસ્તીવાળાં છે. નજીક નજીક ગામો છે. હજાર હજાર, પાંચસો પાંચસે કે અઢીસો અઢીસે ઘરો એક એક ગામમાં જૈનેનાં છે. મંદિરો અને ઉપાયો છે. બહુ શિક્ષિત નહિ હોવા છતાં, શ્રદ્ધાળુ અને ભક્તિવાળા છે, બહુ સારા પૈસાદાર છે. છતાં આવાં ગામોમાં પણ સાધુ-સાધ્વીઓ બહુજ ઓછા વિચારે છે. સાધુ-સાધ્વીઓના ઉપદેશના અભાવે આવા લોકો વખત જતાં ધર્મમાં શિથિલ બને અને પરધર્મમાં મળી જાય, તે તે બનવા જોગ છે.
ઘોર અજ્ઞાનતા
આ દેશના લોકે પૈસાદાર, અને ધર્મના શ્રદ્ધાળુ હોવા છતાં, કંઇક જડતાને ભાગ વધારે માલૂમ પડે છે. કોઈ પણ ગામ પ્રાયઃ ખાલી નહિ
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org