________________
સાધન અને સહકાર
[ ૩૩
ચલાતું નથી. માતાપિતાની ભક્તિ માટે મરી પડનારો શ્રવણ આજે ભક્તિશન્ય બન્યો. માતાપિતા સ્તબ્ધ થયાં. “આ હાલા શ્રવણને આજે આ શું સૂઝયું?' છેવટની અવસ્થાએ પહેચેલાં માતાપિતા ગભરાયાં, શ્રવણને આજીજી કરીઃ “ભાઈ ! થેડું ચાલ, પછી જેમ તને ગમે તેમ કરજે. મહા મુસીબતે શ્રવણે કાવડ ઉપાડી અને થોડું ચાલ્યું, ત્યાં શ્રવણના વિચારો ફર્યા. પિતાની દુર્ભાવના માટે–માતાપિતા પ્રત્યેના અવિવેક માટે તેણે ભૂરિ ભૂરિ માફી માગી. અને પશ્ચાત્તાપ કર્યો. જે ભૂમિમાં શ્રવણની શ્રદ્ધા ઓસરી ગઈ હતી, એ ભૂમિ તે સિંધભૂમિ. થોડું ચાલ્યા પછી દુર્ભાવના દૂર થઈ, તે ભૂમિ તે મરૂભૂમિ (મારવાડ). તમે જોશે તે ખબર પડશે કે સિંધમાં વાણીયા કે બ્રાહ્મણ, કેાઈના દિલમાં જરા યે અરકારે નથી. ગમે તેવી અનીતિ કે અધર્મ કરતાં સંકેચાશે નહિં.” વિગેરે.
દઢ નિશ્ચય
આવી આવી સિંધ સંબંધી અનેક વાતો અમારા કાને ઉપર પડવા લાગી. સુખ દુઃખ કિંવા ભય કે નિર્ભયતા એ બધું માનસિક ભાવના ઉપર આધાર રાખે છે. વસ્તુ એકની એક હોવા છતાં એકને સુખકર થાય છે, બીજાને દુઃખકર થાય છે. એકને એક સમયે સુખકર થાય છે, તેને જ, બીજા સમયે દુઃખકર થાય છે. અમારા જેવા સાધુઓ અને તેમાં કે અમારી મંડળી, કે જેણે દેશના દેશે ખુલ્લા છે. ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ હજાર માઈલોની મુસાફરીઓ આ પગેથી થઈ ચુકી છે, તેમને ગમે તેવા વિકટ પ્રદેશમાં જવામાં, બીજા ભયની તો જરાપણ પરવા ન રહે. એક જ વસ્તુ વિચારવાની અને તે ભિક્ષાની–ગોચરીની, કમમાં કમ દિવસમાં એક વખત આ પેટની ક્ષુધાની નિવૃત્તિને માટે અન્ન મળી જતું હોય તે પછી બીજી વસ્તુને ભય રાખવાને ન હોય. અને જે આત્મવિશ્વાસ પાકે છે, તે ભિક્ષા એ પણ કોઈ ચીજ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org