________________
પ્રસ્થાન
[૨૯
નિર્માણ થયેલી એક વસ્તુ છે. ઈચ્છાને રોધ એજ તપસ્યા છે. અને એ તપસ્યા કરવા માટે જ માણસ સાધુ થાય છે.
વિચારોનું આંદોલન ખૂબ થયું. માનનીય આત્મબંધુ મુનિરાજશ્રી જયંતવિજયજી, મુનિશ્રી વિશાળવિજયજી, મુનિશ્રી હિમાંશુવિજયજી, મુનિશ્રી નિપુણુવિજયજી, મુનિશ્રી દાનવિજયજી અને મુનિ
જીવવિજયજી-એમણે સાથ આપ્યો અને સાથે ચાલવા તૈયાર થયા. પ્રસ્થાન.
સંઘના ડેપ્યુટેશનને અમારે નિર્ણય જણાવ્યો – “ચાલે અમે સિંધમાં આવવા તૈયાર છીએ.” શ્રી જયતવિજયજી મહારાજે ઉમેર્યું: “પણ એક શર્ત છે, એક ચોમાસાથી વધારે રહેવાની વિનતિ તમારે ન કરવી.” શેઠીઆઓએ જવાબ આપ્યું: “ વિનતિ કરવી એ તે અમારે ધર્મ છે, છતાં આપ અમારા સંઘનું માન રાખો છે, તે “ અમે આગ્રહ નહિ કરીએ.” વ્યવહારકુશળ ગ્રહના “અમે'ની શી મતલબ હતી ? એની ખબર તે, કરાચીમાં એક ચોમાસુ પૂરૂ કરીને વિહારની અનુમતિ માગી, ત્યારે જ પડી કે – અમે” એટલે ત્યાં આવેલા ૫-૬ ગૃહસ્થજ; બાકી સંઘના પંદર માણસને ગમે તેવો આગ્રહ કરવાને હક્ક હતો. અસ્તુ.
સિંધ તરફ વિહાર કરવાની સ્વીકૃતિ, પેલા ઉપવાસ ઉપર જવાને નિર્ણય જાહેર કરનાર ભાઈ ચતુર્ભુજ ઉપર આ શબ્દોથી લખી મોકલી –
ઉપવાસ ઉપ૨ જવાના સત્યાગ્રહની સૂચનાએ મારા દિલને હચમચાવી મૂકયું હતું. આખરે તમારી અને કરાચીના સમસ્ત શ્રીસંધની-ન્હાના મેટા સૌની આંતરિક લાગણી અને ભક્તિએ વિજય મેળવ્યે છે. પાલીતાણા જવાની દભાવના, એકપણું સાધુની સિંધમાં નહિં જ આવવાની મક્કમતા, આ બધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org