________________
. પ્રસ્થાન
[ રહે
બીજીવાર ડેપ્યુટેશન
આંગળી બતાવીએ, તે પચે પકડતાં વાણિઆઓને ક્યાં નથી આવડતું? વિચાર કરવામાં આઠ દિવસ અમારા પૂરા ન થયા, ત્યાં તે શેઠ વાઘજી ગુલાબચંદ, શેઠ ખીમચંદ જે. પાનાચંદ, શ્રીયુત મણિલાલ લહેરાભાઈ મહેતા, શ્રીયુત મૂલજીભાઈ જીવરાજ અને ભાઈ કુલચંદ વર્ધમાન–એ ગૃહસ્થનું ડેપ્યુટેશન આવીને ઉભું રહ્યું.
મારી તો જીભ અવાફ હતી. આટલી આટલી કસોટીમાંથી પસાર થવા છતાં, સંધ હજુ પણ અમને લઈ જવામાં મક્કમ છે; એ વિચારે મારા દિલને રડાવી દીધું. “ શા માટે કરાચીનો સંધ આટલે આટલો આગ્રહ કરતો હશે ? શું એમને કંઇ અમારી પાસેથી સ્વાર્થ સાધવાનો છે? ના, એમને એકજ ધગશ છે. સિંધની પ્રજાને મહાવીરના ત્યાગી સાધુઓનાં દર્શન કરાવવાં છે. અહિંસાનો સંદેશ સંભળાવે છે. ગુરૂઓની વાણી સાંભળવાનો લ્હાવો લેવો છે. ધર્મની ક્રિયાઓ સમજવી છે. આ પારમાર્થિક સિદ્ધિને સાધવાને માટે અગ્યારમાં પ્રાણ સમાન પિતાની લક્ષ્મીનો ભોગ આપવા તૈયાર થયા છે. વિહારમાં સાધુઓને જરાપણ તકલીફ ન પડે, તેટલાની ખાતર પોતાના ધંધા રોજગાર છોડી મુસાફરીમાં કોને ઉઠાવવા તૈયાર થયા છે. જૈનસંઘ આટલો બધો ભોગ આપવાને માટે તૈયાર હોય, તે પછી અમારે સાધુઓએ શું તેમની વિનતિને સ્વીકાર ન કરો ?”
કર્તવ્યનું મરણ.
અમારે ગમે ત્યાં વિચરીને પણ ઉપદેશ તો આપવાને જ છે. પછી સાધુને ગુજરાત શું અને કાઠિયાવાડ શું? સિંધ શું અને પંજાબ શું? મેવાડ શું અને મારવાડ શું? જ્યાં લાભ દેખાય, ત્યાં પહોંચી જવું, એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org