________________
પ્રસ્થાન
| [ ૨૫.
શ્રી જયંતવિજયજી મહારાજે હા ભરી. પરંતુ કુદરતને કંઈક એરજ ગમતું હશે. મેવાડના પહાડી પ્રદેશમાંથીજ નિકળતાં નિકળતાં મને સમય લાગી ગયો. મેવાડમાંથી છૂટી મારવાડમાં ફરું અને પછી સિંધ માટે પ્રસ્થાન કરૂં, ત્યાં તે ગરમી એટલી બધી ફાટી નિકળે કે વિહાર થઈ શકે જ નહિ. આખરે કરાચીના સંઘની સમ્મતિથી એક ચતુર્માસ મારવાડમાં કરવાનું નકકી રાખ્યું.
અણુનું ચૂક્યું છે વરસ જીવે.
અણીનું ચૂકયું સો વરસ જીવે.” જે મુનિરાજોને સિંધમાં આવવાની જરાય ઇચ્છા નહતી, તેઓ ઠંડા કાળજે શાન્તિ પામ્યા. ચાલો, આગે આગે ગોરખ જાગે. સીરહી સ્ટેટના પાડીવમાં મેં ચતુમસ કર્યું અને મુનિરાજ શ્રી જયન્તવિજયજી આદિએ તેની પાસે જ બલદૂટમાં કર્યું. અમે જાણ્યું કે ચાર છ મહિનાની મુદતમાં તે કરાચીના સંધને, સાધુઓને સિંધમાં લઈ જવાનો ઉભરે શાંત યે થઈ ગયો હશે. પણ ભૂખની વેદના ઝાજે સમય સહન થઈ શક્તી નથી. કરાચીના સંઘને આકંઠ ભૂખ લાગી હતી. એમને મન મુનિરાજોના દર્શન અને મુનિરાજનું વ્યાખ્યાન, એ જીવનની ધન્ય ઘડી સમાન હતું. પચ્ચીસ-પચાસ કે સો વર્ષથી દોરી લોટ હાથમાં લઈ કરાચી પેટ ભરવાને આવેલા આજે એક સારી મોટી સંખ્યામાં, બે પૈસે સુખી અને એક સારૂં મંદિર, ઉપાશ્રય, ધર્મશાળા, વાડીઓ વિગેરેના સાધનોથી પૂર્ણ થવા છતાં, ઘણાંઓને તે જૈનસાધુઓના દર્શન સરખાં પણ નહિ થયાં હશે. કેટલાકેએ લગ્નાદિ પ્રસંગે દેશમાં જતાં એકાદ વખત કયાંય સાધુને જોઈ લીધા હેય, તે જોઈ લીધા હેય, આવી સ્થિતિમાં કરાચીને સંધ પિતાના ગુરૂઓના દર્શન અને ઉપદેશ શ્રવણ માટે અતિ ઉત્સુક્તા ધરાવે, તો તેમાં આશ્ચર્ય જેવું શું છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org