________________
૨૮ ]
મારી સિધયાત્રા
અમારૂ ક બ્ય છે. સયમની રક્ષાપૂર્ણાંક બની શકે તેટલું બીજાનુ હિત કરવું, એ અમારૂ' કામ છે, ભગવાન મહાવીર અને મહાવીરના અનુયાવિએ અનાય દેશમાં વિચર્યાં છે, તે ભયંકર કષ્ટ સહ્યાં છે. આજના ભક્ત વગ પેાતાના ગુરૂને જરાપણુ કષ્ટ ન પડવા દે, એટલી કાળજી શ્રદ્ધાપૂર્વક રાખે છે. સાધુને વળી બીજો વિચાર યે શે કરવાના હેાય ? સુધાની નિવૃત્તિ માટે પાશેર અન્ન, શરીરને ઢાંકવાને માટે એ ચાર કપડાં અને સુવા મેસવાને માટે સાડા ત્રણ હાથની જમીન-આટલુ જો મંળી જતું હાય, તે એક સાધુને માટેએક મસ્ત ફકીરને માટે બીજી વસ્તુની જરૂર યે શી છે ? જ્યાં ભક્તોનાં ટાળાં ખમા ખમા કરતાં ઊભાં રહ્યાં હાય, જ્યાં રાજને રાજ એન્ડના સરાદાથી સામૈયાં થતાં હાય, જ્યાં ભકતાણીએ ચાર ચાર વખત ઇચ્છા મુજબનાં આહાર પાણી વ્હારાવવાને માટે તૈયાર રહેતી હૈાય, જ્યાં ઉંચામાં ઉંચી જાતની મલમલે અને સેકડેની કિંમતની કામળે! એઢવાને મળતી હાય, જ્યાં લાખાની કિંમતના આલીશાન મહેલા રહેવાને મળતા હાય અને જ્યાં પગ ઉપર પગ ચઢાવીને આખા દિવસ છીંકણીના સડાકા સાથે ગામ ગપાટા મારવામાં સંમય વ્યતીત થતા હોય, એવા સ્થાનમાં રહીને જીવન વ્યતીત કરવું, એમાં સંયમની શાભાયે શી છે ? સંયમની કસાટી યે શી છે ? આન' ત્યાં છે કે જ્યાં જ્ઞાનની કસોટી કરનારા ચોવાદીએ સામે આવીને બેસે છે. આનંદ ત્યાં છે કે જ્યાં ધાર હિંસામાં રચી પચી રહેલા લોકાને અહિંસા દેવીનાં દશન કરાવવામાં આવે છે. આનદ ત્યાં છે કે જેમણે જૈનધર્મ નું નામેનિશાન પણ ન સાંભળ્યું હોય, તે જૈનધર્માંના રહસ્યાને સાંભળવાથી મંત્રમુગ્ધ થતાં હૈાય. આ બધા આનંદની આગળ વિહારનાં કષ્ટા, એ કષ્ટા તરીકે નથી દેખાતાં. ખરી વાત તે એ છે કે સાધુ જ્યારથી માતિપતાને, ધરબારને, પુત્ર પરિવારને, જાતિપાતિને, દેશવેષને છેડી સાધુતા સ્વીકારે છે, ત્યારથી જ કષ્ટ એ તે એમને માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org