________________
મારી સિંધયાત્રા
ચોમાસુ ઉતરતાં જ પાછો તકાદો શરૂ થયો. સાથેના મુનિરાજોને ઘણું સમજાવવા છતાં તેઓનું દિલ આગળ વધતું ન હતું. એકાદ સાધુની સાથે સિંધ જેવા લાંબા અને વિકરાળ પ્રદેશમાં જવાની હિમ્મત ચાલતી ન હતી. પરિણામે લગભગ અમારા મંડળે એ નિશ્ચય કર્યો કે “હવે કરાચીનો વિચાર માંડી વાળો અને કરાચીન સંધને સિંધમાં આવવાની અશક્યતા બત.વી, બીજા કોઈને વિનતિ કરવાનું જણાવવું.”
સત્યાગ્રહની નોટીસ
તા. ૪ જાન્યુઆરીને દિવસ હતો. રાત્રિનો સમય હતો. મારવાડના ખીવાણુદી ગામમાં અમારી સ્થિરતા હતી. એરણપુરારેડથી એક સાથે બે તાર મળ્યા. એક તાર કરાચી સંઘને હતો, જેમાં આગ્રહ પૂર્વક વિનતિ અને ડેપ્યુટેશનની તૈયારી જણાવી હતી. બીજે તાર કરાચીના એક વખતના પ્રસિદ્ધ આગેવાન શેઠ કાળા ગલાના પૌત્ર ચર્તુભુજભાઈને હતો. જેમાં “વિનતિને સ્વીકાર નહિ કરવામાં આવે, તો પોતે અને બીજાઓ ઉપવાસ ઉપર જશે.” એવો નિર્ણય જાહેર કર્યો હતો. ઘણી વખત માણસોને એવા ધર્મસંકટમાંથી પસાર થવું પડે છે કે જેનો કંઇ નિર્ણય તેજ સમયે થઈ શકતો નથી. ક્યાં તો સિંધના વિચારને દૂર મૂકી નિશ્ચિત્તતા પૂર્વક બીજી તરફને કાર્યક્રમ ઘડાઈ રહ્યો હતો. અને કયાં એકાએક આ બામગોળો ફૂટયો. તાર કરનાર અને તેમના મિત્રો ઉપવાસ ઉપર જાય કે ન જાય, છતાં પણ સંધની અને ઉપવાસ ઉપર જવાની નોટીસ આપનાર ગૃહસ્થ અને તેમના મિત્રોની સાચા દિલની વિનતિ હતી, એમાં તે કંઈ શક હોતેજ.
દિલ પીગળ્યું, વિચારમાં પરિવર્તન થયું, સાથીઓની સાથે મસલતો કરી. કંઇક તેમનાં દિલ પણ ઢીલાં પડ્યાં. આખરે શિવગંજમાં રહીને આઠ દિવસ સુધી વિચાર કરવાનું રાખ્યું અને સંઘને જવાબ આપ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org