________________
૨૪]
મારી સિંધયાત્રા
ઉદયપુરનું ડેપ્યુટેશન આવ્યું. પાટણ અને ઉદયપુરની “ટગ ઓફ વોરમાં ઉદયપુર જીતી ગયું. ઉદયપુરના ચતુર્માસમાં પાછી કરાચીના સંઘની વિનતિ શરૂ થઈ, એટલું જ નહિ, પરંતુ આગેવાન ગૃહસ્થાનું એક ડેપ્યુટેશન ઉદયપુર આવ્યું. આ ડેપ્યુટેશનમાં શેઠ ખીમચંદ જે. પાનાચંદ, મણિલાલ લહેરાભાઈ મહેતા, શ્રીયુત પી. ટી. શાહ, ચુનીલાલભાઈ ગુજરાતી, અને ચત્રભુજ વેલજી–એ મુખ્ય હતા. સ્વીકૃતિ.
નવા પ્રદેશમાં પ્રવેશવાની ભાવના હૃદયમાં ઉછળતી હોવા છતાં, પગે ચાલનારા અમારા જેવા સાધુઓના વિહારની વિકટતા સિંધની ભૂમિ માટે એટલી બધી ભયજનક લાગતી કે એકદમ “ હા પાડવાનું મન ન થતું. પરંતુ મનુષ્ય સ્વભાવ પણ એક ચીજ છે. કરાચીન જનસંઘ, પિતાના ધર્મની ઉન્નતિ માટે, સિંધમાં જનધર્મનું ઉજજવળ મુખ બતાવવા માટે અને ભગવાન મહાવીરનો આહિંસાનો સંદેશ સિંધના હિંસક અને માંસાહારી મનુષ્યોના કાન સુધી પહોંચાડવા માટે હજારો રૂપિયાનો વ્યય કરી પોતાના ગુરૂએને ગમે તે ભેગે લઈ જવાની તાલાવેલી ઘેરાવે, એને સર્વથા નિરાશ કરવાનું સાહસ મારાથી ન થઈ શકયું. મને લાગ્યું કે મારા માનનીય બંધુ મુનિરાજશ્રી જયંતવિજયજી જે સિંધ આવવાનું કબૂલ રાખે, તે મારે જવું. મારે નિર્ણય મેં ડેપ્યુટેશનને જણાવ્યું, અને જ્યાં સુધી શ્રી જયંતવિજયજી મહારાજ તરફથી સ્વીકૃતિનો જવાબ ન આવે, ત્યાં સુધીને માટે મેં શાંતિનો દમ ખેંચે.
ડેપ્યુટેશન મારવાડના તે ગામમાં ગયું કે જ્યાં શ્રી જયંતવિજયજી મહારાજ વિચરતા હતા. ડેપ્યુટેશનની સાથે મારી શર્ત હતી કે- શ્રી જયંતવિજયજી મહારાજ હા પાડે, પણ હું મેવાડના ઉત્તર-પશ્ચિમ વિભાગમાં જાઉં છું, ત્યાંથી મારવાડમાં થઈને સિંધમાં આવી શકું.” *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org