________________
૧૪]
મારી સિંધયાત્રા
જૈન મંદિરો હતાં. મુસલમાનોના રાજત્વ કાળમાં પણ આ દેશમાં જૈન સાધુઓએ આવી રાજાઓ ઉપર પોતાના ચારિત્રની છાપ પાડી હતી. જનધર્મ પાળનારા અનેક શ્રીમતિએ જૈનધર્મની પ્રભાવનાનાં અનેક કાર્યો કર્યાં હતાં, એવું જૈન ઇતિહાસમાંથી પુરવાર થાય છે. જૂનાં જિન સ્થાને.
કદાચિત કોઈને ખબર નહિ હોય કે, આજે ગોડી પાર્શ્વનાથના નામે જે પ્રસિદ્ધિ થઈ રહી છે, એ ગોડીજીનું મુખ્ય સ્થાન સિંધમાંજ હતું–છે. નગરપારકરથી લગભગ પચીસ માઈલ દૂર અને ગઢરારેડથી લગભગ ૭૦-૮૦ માઇલ દૂર “ગોડી મંદિર ” નામનું એક ગામ છે. અત્યારે માત્ર ત્યાં ભીલોની જ વસ્તી છે. શિખરબંધ ગોડજીનું મંદિર છે. મૂર્તિ વિગેરે કંઇ નથી. મંદિર જીર્ણશીર્ણ થઈ ગયું છે. સરકારે તેની મરમ્મત કરાવી છે. આજથી વીસ વર્ષ પહેલાં નગરઠઠ્ઠાના એસીસ્ટન્ટ ઈજીનીયર શ્રીયુત ફતેહચંદજી બી. ઈદનાણી ત્યાં જાતે જોઈ આવેલા. અને સરકારી હુકમથી એમાં શું સુધારો વધારો કરે આવશ્યક છે, એનું અંદાજપત્ર તૈયાર કરી આવેલ. મંદિરની પાસે એક ભોંયરૂ છે. તેમાં ઉતરવાની તેમણે કોશિશ કરેલી; પણ ભીલોએ ભય બતાવવાથી તેઓ ઉતર્યા નહિ. ગોડીજીના મંદિરના કોટ વિગેરેના પત્થરો ઉમરકોટમાં એક સરકારી બંગલાના વરંડા વિગેરેમાં લગાવવામાં આવ્યા છે. સત્તરમી સદીના બનેલા એક સ્તવનમાં સુરતથી એક સંઘ નિકળ્યાનું વર્ણન છે. સંધ અહમદાવાદ, આબુ, સંખેશ્વર અને રાધનપુર થઈ સોઈ ગામ, કે જે સિંધમાં જવા માટે ગુજરાતના નાકા ઉપર છેલ્લું ગામ છે, ત્યાંથી રણ ઉતરીને સિંધ તરફ ગયો હતો, પરંતુ ત્યાંથી આગળ વધવું ઘણું જ
૧ આ સ્તવનની હસ્તલિખિત પ્રતિ શાન્તમતિ મુનિરાજશ્રી જયન્તવિજયજીની પાસે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org